________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ] જ્ઞાની, નિશ્ચય-વ્યવહાર અને સાથે હોવા છતાં, કોઈ પણ રાગને ચૈતન્યની ભૂમિમાંઆત્મામાં લાવતો નથી.
દ્રવ્યસંગ્રહમાં (ગાથા ૪૭ માં) આવે છે કે
'दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा' અહા! ધર્માત્મા સ્વરૂપના આશ્રમમાં ગયો ત્યારે તેને ધ્યાનમાં નિશ્ચય (રત્નત્રય) પ્રગટ થાય છે. અને તે કાળે જે રાગ બાકી છે તેને વ્યવહાર (રત્નત્રય) કહે છે. આ પ્રમાણે મુનિને નિશ્ચય-વ્યવહાર–બંને રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. અહીં કહે છે-જ્ઞાની એ વ્યવહારને નિશ્ચયમાં લાવતો નથી. એનામાં (-નિશ્ચયમાં) એ (વ્યવહાર) છે જ નહિ પછી વ્યવહારથી નિશ્ચય થાય એ પ્રશ્ન જ કયાં છે? એને ને વ્યવહારને સંબંધ જ નથી અને જો વ્યવહારનો સંબંધ કરે તો મિથ્યાદષ્ટિ થઇ જાય. સમજાણું કાંઈ....?
અહો! ત્રણ લોકના નાથની અમૃત ઝરતી વાણીમાં એમ આવ્યું કે ભગવાન! તું નિર્મળાનંદનો નાથ પ્રભુ અમૃતનો સાગર છો. અહા ! આવો અમૃતનો સાગર જેને પર્યાયમાં ઉછળ્યો-પ્રગટ થયો તે હવે તેમાં રાગના ઝેરને કેમ ભળવે ? અંદરમાં પ્રભુત્વશક્તિ જેને પ્રગટ થઇ છે તે અખંડિત પ્રતાપ વડે સ્વતંત્ર શોભાયમાન પોતાના પ્રભુમાં પામર રાગને કેમ ભેળવે ? અહો ! દિગંબર સંતોએ અમૃત રેડયાં છે.
અહા ! કહે છે–સચેતનો ઘાત હો તો હો; હુવે સચિત્તમાં એકલા એકેન્દ્રિય છે કાંઈ ? એમાં તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધાય આવી ગયા. બધા હો તો હો; એમાં તને શું છે? હવે આનો અર્થ ન બેસે એટલે લોકો ટીકા કરે છે કે લ્યો, સમકિતીને પંચેન્દ્રિયની હિંસા હોય છે; આવો કંઇ સમ્યગ્દષ્ટિ હોય ? અરે ભાઈ ! આ તો સમ્યગ્દષ્ટિને ઉપયોગમાં રાગના સંબંધનો અભાવ છે તેથી કદાચિત્ તેના નિમિત્તે બહારમાં સચિત્તનો ઘાત થાય તો પણ તે વડે તેને હિંસા નથી, બંધ નથી એમ કહે છે. ભાઈ ! આ તો અજર-અમર પ્યાલા છે પ્રભુ! એ જીરવાય તો સંસાર છૂટી જાય એવી વાત છે. એને પચાવતાં આવડવું જોઇએ.
- “રાગાદિકને ઉપયોગમાં નહિ લાવતો થકો ”—એમ “રાગાદિક' શબ્દ લીધો છે ને? એમાં શુભાશુભ બધાય વિભાવ આવી ગયા. તે હિંસા જૂઠ, ચોરી, વિષયવાસના આદિના રાગને ઉપયોગમાં લાવતો નથી એ તો ઠીક, પણ તે અહિંસાદિના તથા દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના રાગનેય ઉપયોગમાં લાવતો નથી. અહાહા..! પોતાની પવિત્ર ઉપયોગભૂમિમાં તે કોઈ પણ અપવિત્રતાને લાવતો નથી. સ્ત્રી-પુત્ર-પરિવાર તથા વેપારધંધો આદિના અશુભ રાગને ઉપયોગભૂમિમાં લાવતો નથી એટલું જ નહિ તે દેવ-ગુરુશાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધાના શુભરાગને પણ ઉપયોગભૂમિમાં લાવતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com