________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ પણ આવી ગયો. સમકિતી લડાઇમાં ઊભો હોય ત્યારે હાથી, ઘોડા આદિ પંચેન્દ્રિયનો પણ ઘાત થાય છેઆમ છતાં પણ પાપ નહિ?
ભાઈ ! અહીં કઇ અપેક્ષાથી કહે છે તે જરા ધીરો થઇને સાંભળ. ત્યાં જે ઘાત વગેરે હોય છે તે તો એના કારણે એનામાં હોય છે; એમાં મને શું છે? હું કયાં એના જેડાણમાં-સંબંધમાં ઊભો છું? હું એમાં હોઉ તો ને ? (તો બંધ થાય ને?) મને એનાથી કાંઇ નથી એમ કહે છે. આનંદઘનજી એક પદ્યમાં કહે છે
“આગમ પિયાલા પીઓ મતવાલા, ચીની અધ્યાતમવાસા
આનંદઘન ચેતન હૈ ખેલે, દેખે લોક તમાસા” અહાહા..! લોકો તો બહારથી દેખે છે, પણ સમયસાર-સર્વ સિદ્ધાંતનો સાર-એવા ભગવાન આત્માનો જેને સંબંધ થયો છે અને રાગનો સંબંધ તૂટી ગયો છે; એને બહારના સર્વ સંબંધો પ્રતિ ઉપેક્ષા જ છે એમ અહીં વાત છે. સમજાણું કાંઈ....?
હવે કહે છે–આ બધા સંબંધો ભલે હો, પરંતુ “અદો' અહો ! “શયમ સચદાત્મા' આ સમ્યગ્દષ્ટિ આત્મા, “રા'IIકીન ઉપયોગૂ મન મનયન' રાગાદિને ઉપયોગમાં નહિ લાવતો થકો, ‘છેવત્તે જ્ઞાન ભવન' કેવળ (એક) જ્ઞાનરૂપે થતોપરિણમતો થકો, ‘ત: પિ વમ્ ધ્રુવમ્ ન થવ પૈતિ' કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો.
શું કહ્યું? કે સમ્યગ્દષ્ટિ પુરુષ રાગાદિને એટલે કે પુણ્ય-પાપના ભાવને ઉપયોગભૂમિમાં લાવતો નથી. ઉપયોગભૂમિ એટલે શું ? કે જાણવા-દેખવાના સ્વભાવમય જે ચૈતન્યનો ઉપયોગ તેની ભૂમિ નામ આધાર જે આત્મા તેમાં ધર્માત્મા રાગનો સંબંધ કરતો નથી. ગજબ વાત છે ભાઈ ! ધર્મી પુરુષની અંતરદશા અભુત અલૌકિક છે. અહો! શુદ્ધ રત્નત્રયનો ધરનાર ધર્માત્મા વ્યવહારરત્નત્રયના રાગને આત્મામાં લાવતો નથી. આવી વાત છે!
ત્યારે કોઈ બીજા કહે છે કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય.
અરે પ્રભુ તું શું કહે છે આ ! જૈનદર્શનથી એ બહુ વિપરીત વાત છે ભાઈ ! આ તારા તિરસ્કાર માટેની વાત નથી પણ તારા સતના હિતની વાત છે. ભગવાન ! તું પૂર્ણાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ પ્રભુ અંદર પરમાત્મસ્વરૂપ ભગવાન છો ને? અહા ! તારા ચૈતન્ય ભગવાનની અંદરમાં રાગથી લાભ થાય એમ રાગને લાવવો એ મોટું નુકશાન છે. પ્રભુ ! ભાઈ ! તેં રાગના રસ વડે સચ્ચિદાનંદ ભગવાનને બહુ રાંકો કરી નાખ્યો! મહા મહિમાવંત ચૈતન્યમહાપ્રભુ એવો તું, અને તેને શું રાગ જેવા વિપરીત, પામર ને દુ:ખરૂપ ભાવથી લાભ થાય ? ન થાય હોં. તેથી તો કહે છે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com