________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૨ ]
| | પ્રવચન રત્નાકર ભાગ-૮ અહાહા...કેવળીના કેડાયતી વીતરાગી ભાવલિંગી સંત કે જેની દશામાં પ્રચુર આનંદ ઉભરાય છે તે એમ ફરમાવે છે કે અંદર પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા છે; તેનો આશ્રય લીધા વિના જેટલી ક્રિયા પરદ્રવ્યના અવલંબને થાય છે તે બધી ઝેર છે. લોકોને બિચારાઓને આ વાત સાંભળવા મળી નથી. પણ જેમ દૂધ ગરમ કરતાં ઉભરો આવે તેમ સ્વનો આશ્રય થતાં સમ્યગ્દર્શન સહિત અંદર વર્તમાન દશામાં આનંદઅમૃતનો ઉભરો આવે છે. દૂધનો ઉભરો તો પોલો છે પણ આ અતીન્દ્રિય આનંદનો ઉભરો તો નક્કર હોય છે. ધર્મનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન જેને થયું તે સર્વ સમકિતીનેચાહે તે આઠ વર્ષની બાલિકા હોય કે ચાહે અઢીદ્વીપ બહાર રહેલાં તિર્યચ-વાઘ, નાગ કે સિંહ હોય-આત્માનો અનુભવ થતાં અંદર અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે; તે ધર્મ છે, અમૃત છે. સાથે તે જીવોને જે શુભરાગ આવે છે તે, કહે છે, ઝેર છે. જેટલી આત્મસ્થિરતા છે તે અમૃત છે ને જેટલો રાગ વર્તે છે તે ખરેખર ઝેરનો ઘડો છે–એમ કહે છે.
* ગાથા ૩૦૬ - ૩૦૭ : ટીકા ઉપરનું પ્રવચન * પ્રથમ તો જે અજ્ઞાનીજનસાધારણ (અર્થાત અજ્ઞાની લોકોને સાધારણ એવાં) અપ્રતિક્રમણાદિ છે તેઓ તો શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળા હોવાને લીધે સ્વયમેવ અપરાધરૂપ હોવાથી વિષકુંભ જ છે; તેમનો વિચાર કરવાનું શું પ્રયોજન છે?
શું કહે છે? અજ્ઞાની જીવોને જે મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ અપ્રતિક્રમણના ભાવો છે તે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવસ્વભાવરૂપ છે. વળી તેઓ સ્વયમેવ અપરાધસ્વરૂપ છે, દોષસ્વરૂપ છે. માટે તે ભાવો વિષકુંભ એટલે ઝેરનો ઘડો જ છે. આચાર્ય કહે છે-તે ભાવોનો વિચાર કરવાનું શું પ્રયોજન છે? અર્થાત્ તે ભાવો તો પ્રથમથી જ ત્યાગવાયોગ્ય છે. અહા! જેમ ઝેર ત્યાગવાયોગ્ય છે તેમ આ મિથ્યાત્વાદિ ભાવો ત્યાગવાયોગ્ય છે.
અહા ! જે પ્રતિક્રમણાદિ પુણ્યભાવોને ધર્મ માને છે તે મિથ્યાદષ્ટિ છે, અપરાધી છે. અનાદિથી તે મિથ્યાદર્શન આદિ ભાવોને સેવતો થકો ચાર ગતિમાં રૂલે છે. અહા ! એ તો એકલા પાપમાં ડૂબેલો મહાદુઃખી છે.
હવે કહે છે- “અને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણાદિ છે તેઓ સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃતકુંભ છે (એમ વ્યવહાર આચારસૂત્રમાં કહ્યું છે ) તોપણ પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિને નહિ દેખનાર પુરુષને તે દ્રવ્યપ્રતિક્રમણાદિ (અપરાધ કાપવારૂપ) પોતાનું કાર્ય કરવાને અસમર્થ હોવાને લીધે વિપક્ષ કાર્ય કરતાં હોવાથી વિષકુંભ જ છે.”
જુઓ, અહીં જેને આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદસ્વરૂપ છે એવો જેને અંતર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com