________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
अतो हताः प्रमादिनो गताः सुखासीनतां प्रलीनं चापलमुन्मूलितमालम्बनम्। आत्मन्येवालानितं मासम्पूर्णविज्ञानघनोपलब्धेः
च
વિત્ત
।।૬૮૮।।
( વસન્તતિના)
यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् । तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोडध: किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः ।। १८९ ।।
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ અત: ] આ કથનથી, [ સુવ−ઞાસીનતાં ગતા: ] સુખે બેઠેલા (અર્થાત્ એશઆરામ કરતા ) [ પ્રમાવિન: ] પ્રમાદી જીવોને [ હતા: ] હત કહ્યા છે (અર્થાત્ મોક્ષના તદ્દન અનધિકારી કહ્યા છે), [ ચાપલમ્ પ્રતીનમ્] ચાપલ્યનો (વિચાર વિનાના કાર્યનો ) પ્રલય કર્યો છે ( અર્થાત્ આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી ), [ગાલન્ધનમ્ ઉન્મૂતિતમ્ ] આલબંનને ઉખેડી નાખ્યું છે ( અર્થાત્ સમ્યગ્દષ્ટિના દ્રવ્યપ્રતિક્રમણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને ય કહ્યાં છે ), [ આસમ્પૂર્ણ— વિજ્ઞાન-ઘન-ઉપજલ્યે: ] જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી [આત્મનિવ વિતમ્ આલાનિતં =] (શુદ્ધ) આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે (વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે કારણ કે તે જ મોક્ષનું કારણ છે). ૧૮૮.
અહીં નિશ્ચયનયથી પ્રતિક્રમણાંદિકને વિષકુંભ કહ્યાં અને અપ્રતિક્રમણાદિકને અમૃતકુંભ કહ્યાં તેથી કોઈ ઊલટું સમજી પ્રતિક્રમણાદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ યંત્ર પ્રતિમણમ્ વ વિષે પ્રીત ] ( અરે ! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, [તંત્ર અપ્રતિમળત્વ સુધા ત: ચાત્] ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય ? ( અર્થાત્ ન જ હોય.) [તત્] તો પછી [ખન: અધ: અધ: પ્રપતન્ િ પ્રમાઘતિ] માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે ? [ નિષ્ક્રમાવ: ] નિષ્પ્રમાદી થયા થકા [ ર્ધ્વમ્ ર્ધ્વમ્ નિ અધિરોહતિ] ઊંચે ઊંચે કાં ચડતા નથી ?
ભાવાર્થ:- અજ્ઞાનાવસ્થામાં જે અપ્રતિક્રમણાદિક હોય છે તેમની તો વાત જ શી ? અહીં તો, શુભપ્રવૃત્તિરૂપ દ્રવ્યપ્રતિક્રમણાદિનો પક્ષ છોડાવવા માટે તેમને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com