________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
(માલિની )
अनवरतमनन्तबध्यते
सापराध:
स्पृशति निरपराधो बन्धनं नैव जातु । नियतमयमशुद्धं स्वं भजन्सापराधो भवति निरपराधः साधु शुद्धात्मसेवी ।। १८७ ।।
ટીકા:- પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ. જે આત્મા ‘અપગતરાધ' અર્થાત્ રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે. અથવા (બીજો સમાસવિગ્રહ આ પ્રમાણે છેઃ) જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે; તે અપરાધ સહિત જે આત્મા વર્તતો હોય તે આત્મા સાપરાધ છે. તે આત્મા, પરદ્રવ્યના ગ્રહણના સદ્દભાવ વડે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી, અનારાધક જ છે. અને જે આત્મા નિરપરાધ છે તે, સમગ્ર પદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિના સદ્દભાવને લીધે બંધની શંકા નહિ થતી હોવાથી ‘ ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું' એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી, આરાધક જ છે.
ભાવાર્થ:- સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત-એ શબ્દોનો અર્થ એક જ છે. અહીં શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ ‘રાધ’ છે. જેને તે રાધ નથી તે આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે. જે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે; અને જે નિરપરાધ છે તે નિઃશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન હોય છે તેથી તેને બંધની શંકા નથી, માટે ‘શુદ્ધ આત્મા તે જ હું છું' એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ સાપરાધ: ] સાપરાધ આત્મા [અનવરતમ્ ] નિરંતર [અનન્ત: ] અનંત પુદ્દગલપરમાણુરૂપ કર્મોથી [ વત્તે] બંધાય છે; [ નિરપરાધ: ] નિરપરાધ આત્મા [વન્ધનમ્] બંધનને [નાતુ] કદાપિ [સ્પૃશતિ ન વ] સ્પર્શતો નથી જ. [ઞયક્] જે સાપરાધ આત્મા છે તે તો [નિયમ્] નિયમથી [સ્વમ્ અશુદ્ધ મનન્] પોતાને અશુદ્ધ સેવતો થકો [ સાપરાધ: ] સાપરાધ છે; [નિરપરાધ: ] નિ૨૫રાધ આત્મા તો [ સાધુ] ભલી રીતે [શુદ્ધાભસેવી મવત્તિ] શુદ્ધ આત્માનો સેવનાર હોય છે. ૧૮૭.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com