________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ [ સ: તુ] તે [બનાવે ] લોકમાં [નિરશડ્ડ: બ્રમતિ] નિઃશંક ફરે છે, [૧] કારણ કે [તચ] તેને [ વર્લ્ડ ચિન્તા] બંધાવાની ચિંતા [ વારિત્ ]િ કદાપિ [ ઉત્પદ્યતે] ઊપજતી નથી. [+] એવી રીતે [ વેતયિતા ] અપરાધી આત્મા “[ સાપરાધ: શ્મિ] હું અપરાધી છું [વચ્ચે તુ સદસ્] તેથી હું બંધાઈશ” એમ [શત:] શક્તિ હોય છે, [ યર પુન: ] અને જો [ નિરપરાધ: ] નિરપરાધી (આત્મા) હોય તો “[ મર્દ ન વચ્ચે] હું નહિ બંધાઉં' એમ [નિરશ: ] નિઃશંક હોય છે.
ટીકા- જેમ આ જગતમાં જે પુરુષ, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી, તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે. એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી–એવો નિયમ છે. માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિહાર વડે ( અર્થાત્ પરદ્રવ્યના સર્વ ભાવોને છોડીને) શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે.
ભાવાર્થ- જો માણસ ચોરી આદિ અપરાધ કરે તો તેને બંધનની શંકા થાય; નિરપરાધને શંકા શા માટે થાય? તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે તો તેને બંધની શંકા થાય જ; જો પોતાને શુદ્ધ અનુભવે, પરને ન ગ્રહે, તો બંધની શંકા શા માટે થાય? માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. ત્યારે જ નિરપરાધ થવાય છે.
1
જી.
*
*
સમયસાર ગાથા ૩૦૧ થી ૩૦૩: મથાળું હવે આ કથનને દષ્ટાંતપૂર્વક ગાથામાં કહે છે:
* ગાથા ૩૦૧ થી ૩૦૩: ટીકા ઉપરનું પ્રવચન * “જેમ આ જગતમાં જે પુરુષ, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી, તેમ....'
લોકમાં જે પૈસા, કપડાં, દાગીના ઈત્યાદિ પરવસ્તુની ચોરી કરે છે તે અપરાધી છે અને તેને, મને કોઈ પકડશે, બાંધશે, બંધનમાં જેલમાં નાખશે એવી શંકા થાય છે. પરંતુ જે આવો અપરાધ કરતો નથી તે નિર્ભય રહે છે, તેને બંધનની શંકા થતી નથી. આ દષ્ટાંત છે. હવે કહે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com