________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૯૭ ]
| [ ૪૩૩ આત્માનું કાર્ય નહિ. એ બધા વ્યવહારના ભાવો તો ભગવાન આત્માથી ભિન્ન છે, તે એની ક્રિયા કેમ હોય?
અરે! સત્ય સાંભળવાય મળે નહિ તે સત્યને શરણે ક્યારે જાય? કપડાં સહિત મુનિપણું તો વીતરાગમાર્ગમાં છે નહિ, પરંતુ જૈનનો દિગંબર સાધુ થઈને પંચમહાવ્રત પાળતો હોય ને એમ માને કે એ મારું કર્તવ્ય છે અને હું એનો કર્તા છું તો તે મિથ્યાદષ્ટિ જ છે. બહુ આકરી વાત. પણ બાપુ! આવાં દ્રવ્યલિંગ તો એણે અનંતકાળમાં અનંતવાર ધારણ કર્યા છે. પણ અંતરની ભેદજ્ઞાનની ક્રિયા વિના ભાઈ ! એ બધાં થોથેથોથાં છે, સંસારમાં રખડવા સિવાય કાંઈ કામનાં નથી.
હવે આચાર્ય મહારાજ પોતે પ્રથમ જે સામાન્ય પદ્યરકોની વાત કરી હતી તે વિસ્તારથી સમજાવે છે. આચાર્ય અમૃતચંદ્રદેવ ભગવાન કુંદકુંદાચાર્યની ગાથાનું વિશેષ સ્પષ્ટીકરણ કરે છે કે ભગવાન કુંદકુંદદેવ આ કહેવા માગે છે
ચેતતો જ (અર્થાત્ ચેતતો થકો જ) ચતું છું, ચેતતા વડ જ ચતું છું, ચેતતા માટે જ ચેતું છું. ચેતતામાંથી જ ચતું છું, ચેતતામાં જ ચેતું છું, ચેતતાને જ ચતું છું.'
શું કહે છે? કે ચેતતો જ ચતું છું. એટલે રાગને ચેતતો થકો ચતું છું એમ નહિ, પણ પોતાને ચેતતો થકો ચતું છું. ચેતતા વડ ચતું છું એટલે ચેતવારૂપ કાર્યનું સાધન પોતે જ છે, કોઈ અન્ય સાધન છે એમ નહિ. ચેતતા માટે જ ચતું છું, એટલે બીજા-પરય માટે ચેતું છું એમ નહિ. ચેતતામાંથી જ ચેતું છું, એટલે રાગમાંથી કે વ્યવહારમાંથી ચેતું છું એમ નહિ. ચેતતામાં જ ચતું છું એ આધાર કહ્યો. ચેતતાને જ ચતું છું-એ કર્મ લીધું. હું મારા ચેતવારૂપ કાર્યને ચેતું છું, રાગને કે વ્યવહારને ચેતું છું એમ નહિ.
આ પ્રમાણે વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એ વાતને પણ અહીં કાઢી નાખી. વ્યવહારને કરવું કે વ્યવહારને જાણવું એ તો કાઢી નાખ્યું પણ અહીં તો સદ્દભૂત વ્યવહારના છ ભેદ જે સમજાવવા માટે પાડ્યા હતા તેનું લક્ષ પણ છોડાવે છે. રાગાદિ તો અસદ્દભૂત વ્યવહાર છે. જાઓ, શું કહે છે?
અથવા-નથી ચેતતો નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિત્માત્ર (-ચૈતન્યમાત્ર ) ભાવ છું.’
કહે છે મારામાં કોઈ ભેદ જ નથી, હું તો જે છું તે સર્વવિશુદ્ધ ચિત્માત્ર ભાવ છું. સર્વવિશુદ્ધ” એટલોય ભેદ પડયો એ અશુદ્ધતા છે. પણ સમજાવવું કેવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com