________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ તેવી જ રીતે મને જે વીતરાગભાવ પ્રગટ થયો છે તેનું સંપ્રદાન હું જ છું. મારા માટે જ' એમ લીધું છે ને? મતલબ કે કોઈ બીજાને દેવું છે કે કોઈ બીજાને લેવું છે એમ નથી; વીતરાગી પર્યાયનો દેનારેય હું છું ને લેનારેય હું છું, -હું જ સંપ્રદાન છું.
હવે અપાદાનની વાતઃ એ વીતરાગી પર્યાય મારામાંથી જ આવી છે. દેવ-ગુરુશાસ્ત્રમાંથી કે તેના પ્રત્યેના રાગમાંથી નિર્મળ પર્યાય આવી છે એમ નથી. ખરેખર તો તે પર્યાયમાંથી (તે) પર્યાય આવી છે. વીતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે અમે તારે માટે પરદ્રવ્ય છીએ. અમારી સામું જોઈશ તો તને રાગ જ થશે અને તેથી તેને પુણ્યબંધ થશે, ધર્મ નહિ થાય. અમારી જેમ તું અંદર સ્વસમ્મુખ થા; એમ કરવાથી તારામાંથી જ તને નિર્મળ વીતરાગી દશા પ્રગટ થશે. લ્યો, આવી વાત છે! સમજાય છે કાંઈ...?
આધાર: મારી વીતરાગી પર્યાયનો હું જ આધાર છું. રાગ કે વ્યવહાર એનો આધાર છે એમ છે નહિ.
વળી એ નિર્મળ વીતરાગી પર્યાયને જ મેં ગ્રહણ કરી છે તેથી એ મારું જ કાર્ય છે. અહા ! મને જ ગ્રહણ કરું છું એમ કીધું ને? એટલે હું વીતરાગી પર્યાય સિવાય રાગ-વ્યવહારને ગ્રહણ કરું છું એમ છે નહિ.
અહા ! ચેતક-ચેતનારો એવો ચૈતન્યસ્વરૂપી ભગવાન આત્મા હું મારી ચેતવાનીજાણવા-દેખવાની વર્તમાન દિશાને મેં, મારા વડ, મારા માટે, મારામાંથી, મારા આધારે પ્રગટ કરી છે. આ જ મારું કાર્ય છે એમ ધર્મી જાણે છે. આઠ વર્ષની કુમારિકા હોય અને સમ્યગ્દર્શન પામે તો આ રીતે તે જાણે છે. સમ્યગ્દર્શન પામ્યા પછી એને રાગ હોય અને કદાચ વિવાહ આદિ પણ કરે તોય એ રાગની ક્રિયાનો કર્તા પોતાને ન માને. એ તો એક નિર્મળ પરિણતિનો હું કર્તા છું એમ જ માને છે.
અહીં કહે છે-આત્માની, ચેતના જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું” એટલે “હું ચેતું જ છું.” જુઓ, ચેતના એટલે જાણવું-દેખવું એ એક જ આત્માની ક્રિયા છે. કથંચિત્ ચેતના ને કથંચિત્ રાગની ક્રિયા આત્માની છે એમ કહ્યું નથી. આત્માની ચેતના જ એક ક્રિયા છે, રાગ નહિ. આ અનેકાન્ત છે. ભાઈ! દયા, દાન, વ્રત આદિનો રાગ એ આત્માની ક્રિયા જ નથી.
જુઓ, આ રૂપાળી ચામડીથી મઢેલું હાડ-માંસનું પોટલું એવો આ દેહ તો જડ માટી–ધૂળ છે. એની ક્રિયા તો આત્માને કદી છે નહિ. પણ અંદર દયા, દાન-વ્રત આદિની વૃતિ જે ઉઠે એનો કરનારોય આત્મા નથી. શું કીધું? આ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, શાસ્ત્ર-શ્રવણનો વિકલ્પ કે પંચમહાવ્રતાદિનો વિકલ્પ એ ભગવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com