SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૮ ] વચન રત્નાકર ભાગ-૮ (શાર્દૂનવિવ્રીહિત) भित्त्वा सर्वमपि स्वलक्षणबतानेत्तुं हि यच्छक्यते चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्। भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।। १८२।। ભાવાર્થ:- પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું અને બાકીના ભાવો મારાથી પર છે; માટે (અભિન્ન છે કારકોથી) હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. “ગ્રહણ કરું છું” એટલે “ચતું છું' , કારણ કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે. માટે હું ચતું જ છું; ચેતનારો જ, ચેતનાર વડે જ, ચેતનાર માટે જ, ચેતનારમાંથી જ, ચેતનામાં જ, ચેતનારને જ ચતું છું. અથવા દ્રવ્યદૃષ્ટિએ તો-છ કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું. - આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો અર્થાત પોતાને ચેતનાર તરીકે અનુભવવો. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [વત મેનું દિ શક્યતે સર્વન મરિ સ્વનક્ષણવનાત રમવા ] જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને, [ વિષ્ણુદ્ર-તિ–નિર્વિમાંમહિમા શુદ્ધ: વિદ્ સ્વ + સ્તિ] જેનો ચિન્મુદ્રાથી અંક્તિ નિર્વિભાગ મહિમા છે (અર્થાત્ ચૈતન્યની છાપથી ચિહ્નિત વિભાગરહિત જેનો મહિમા છે) એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. [ વિ વારંવાળિ વા યઃ ઘર્મા: વા ય િTUT: મદ્યન્ત, મિન્તાન્] જો કારકોના, અથવા ધર્મોના, અથવા ગુણોના ભેદો પડે, તો ભલે પડો; [ વિમ વિશુદ્ધ વિતિ ભાવે વન મા ન આસ્તિ] પરંતુ *વિભુ એવા શુદ્ધ (–સમસ્ત વિભાવોથી રહિત-) ચૈતન્યભાવમાં તો કોઈ ભેદ નથી. (આમ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરાય છે.) ભાવાર્થ- જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો તો મારાથી ભિન્ન છે, માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું. કર્તા, કર્મ, કારણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકભદો, સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મભેદો અને જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જો કથંચિત્ હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી. –આમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો. ૧૮૨. * વિભુ = દઢ; અચળ; નિત્ય સમર્થ સર્વ ગુણપર્યાયોમાં વ્યાપક. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy