SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ભગવાન આત્મામાં જોડ. બાપુ! રાગ ચાહે શુભ હો કે અશુભ-એ સ્વયં દુ:ખરૂપ ને દુઃખના કારણરૂપ જ છે. અહા! રાગ બંધ એટલે દુઃખનું-સંસારનું જ લક્ષણ છે. એમ જાણી એનું લક્ષ સર્વથા છોડી, ઉપયોગને અંતરમાં વાળી સુખધામ પ્રભુ આત્મામાં જોડી દે. અહા ! ઉપયોગની–જ્ઞાનની અંત૨-એકાકાર દશા-પ્રજ્ઞા જ શુદ્ધાત્માને ગ્રહવાનો ઉપાય છે. ભાઈ ! જન્મ-મરણનાં દુઃખોથી મુક્ત થવાની આ એક જ રીત છે. સમજાય છે કાંઈ... ? માણસને અભ્યાસ નહિ એટલે આ સમજવું કઠણ પડે, પણ આ સમજ્યા વિના તારા દુ:ખનો અંત આવે એમ નથી. બાકી તો કહ્યું છે ને કે બાલપણ ખેલમાં ખોયા, જીવાની સ્ત્રીમાં મોહ્યા, અને બુઢાપા દેખકર રોયા.' બધાં દુ:ખ જ દુ:ખ છે. દોલતરામજીએ કહ્યું છે ને કે " “બાલપનેમેં જ્ઞાન ન લહ્યો, તરુણ સમય તરુણીરત રહ્યો; અર્ધમૃતકસમ બૂઢાપનો કૈસે રૂપ લખૈ આપનો... ?” પોતાના સ્વરૂપને જાણ્યા વિના બધે દુ:ખ જ છે ભાઈ! માટે ટૂંકામાં કહીએ કે-રાગથી ખસ, આત્મામાં વસ; આ ટુંકું ને ટચ, એટલું બસ. પણ આમાં તો અનંતો પુરુષાર્થ જોઈએ હોં. કાંઈ વાતે વડાં થાય એમ નથી. * ગાથા ૨૯૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જુદાં નથી. અહા ! સાધ્ય જે મોક્ષ તેનું સાધન આત્માથી અભિન્ન એક પ્રજ્ઞા જ છે. આત્માનું સાધન આત્મામાં જ છે. એનું સાધન કોઈ બીજી ચીજ-નિમિત્ત કે વ્યવહા૨-નથી. માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. બન્નેમાં ‘જ’ લીધું છે. સમ્યક્ એકાંત કર્યું છે. [પ્રવચન નં. ૩૫૪] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy