________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૨ ]
વન રત્નાકર ભાગ-૮ એમાં કંઈક પુણ્યયોગથી સગવડતા મળી તો બધું ભૂલી ગયો, ને ચઢી ગયો મદમાં. વળી કોઈ રાગની મંદતામાં સલવાઈ ગયો; એમ કે વ્યવહાર કરતાં કરતાં થાય. અરે! એણે આ વાત સાંભળવાની ને સમજવાની દરકાર કરી નહિ!
હવે કહે છે- “પછી, રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો.'
જાઓ, આ ભેદજ્ઞાન કહ્યું. આને છોડવો ને આને ગ્રહણ કરવો એ ભેદ કરવાના સૂક્ષ્મ વિકલ્પ તો વિકલ્પરૂપ ભેદજ્ઞાન છે. પણ આત્માની ભૂમિકામાં જે જાણવા-દેખવાનો ઉપયોગ થાય તેને એકદમ જાણનાર... જાણનાર... જાણનાર પ્રભુ જ્ઞાયક પ્રતિ વાળીને શુદ્ધાત્માનુભૂતિ કરે ત્યારે રાગાદિ જે પુણ્ય-પાપના બંધભાવો છે તેનું લક્ષ છૂટી જાય છે અને તે વાસ્તવિક ભેદજ્ઞાન છે, સમ્યજ્ઞાન છે, ધર્મ છે. સમજાણું કાંઈ?
વળી કહે છે- “આ જ ખરેખર આત્મા અને બંધને દ્વિધા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.”
જોયું? બન્નેને જુદા પાડવાનું પ્રયોજન જ આ છે કે રાગનું લક્ષ છોડી ચિદાનંદઘન પ્રભુ આત્માને જ ગ્રહણ કરવો-અનુભવવો. આ રીતે જ એને સમ્યગ્દર્શનજ્ઞાન ને અંતરરમણતારૂપ ધર્મ પ્રગટ થાય છે. આ સિવાય બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાથી સમકિત થવાનું કોઈ કહે તો તે અસત્ય છે, સત્યાર્થ નથી.
* ગાથા ૨૯૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * શિષ્ય પૂછયું હતું કે આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.'
આત્મા ચૈતન્યલક્ષણે જાણવાલાયક છે, અને બંધને રાગલક્ષણે જાણવાલાયકઓળખવાલાયક છે. આમ બેને લક્ષણભેદે ભિન્ન જાણીને અંતર્મુખ ઉપયોગ વડે શુદ્ધ ચૈતન્યમય આત્માને ગ્રહણ કરવો-અનુભવવો અને રાગલક્ષણ જે બંધ એને છોડી દેવોએમ કહે છે. આમાં એમ ન આવ્યું કે પહેલાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહાર કરો ને પછી નિશ્ચય થશે. ભાઈ ! વ્યવહારથી નિશ્ચય થાય એમ વસ્તુ જ નથી. રાગ જે બંધનું લક્ષણ છે એનાથી અબંધસ્વભાવી આત્મા કેમ પ્રાપ્ત થાય? ન થાય. આવી વાત છે.
[ પ્રવચન નં. ૩પ૩ (શેષ) અને ૩૫૪]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com