________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૯૪]
[૪૦૩ ભેદવિજ્ઞાનની વાત કહીએ છીએ તે સ્વાનુભવ પ્રમાણ છે. અમે ભેદવિજ્ઞાન કર્યું છે અને તે અમે તને કહીએ છીએ. અમારે કોઈ કેવળીને પૂછવું પડે કે અમને ધર્મ થયો છે કે નહિ એમ છે નહિ.
ઘણાને તો આ સાંભળવુંય કઠણ પડે. પણ શું થાય? આવું પહેલાં સમજવું પડશે હીં. માર્ગ તો જે છે તે આ છે. આની સમજણ જ નથી તે અંતરમાં કેમ કરીને વળશે? સત્યનું જેવું સ્વરૂપ છે તેવું જાણ્યા વિના સત્ય તરફ કેવી રીતે વળે? અરે! આમ ને આમ જીવ અનંતકાળથી રઝળી રહ્યો છે. અનંતકાળમાં એણે નરક ને નિગોદના અનંત અનંત ભવ કર્યા, એકલા દુઃખના વાસા પ્રભુ! વળી કદાચિત્ મોટો અબજોપતિ શેઠ થયો, મોટો રાજા થયો એને રૈવેયકનો દેવ થયો. અહા ! પણ એણે રાગ ને આત્માની વચ્ચે સાંધ છે ત્યાં પ્રજ્ઞાછીણી મારીને બેને જુદા કર્યા નહિ!
ભાઈ ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે હોં બાપુ! બહારમાં તને કોઈ શરણ નથી. અંદર એક આત્મા જ શરણ છે. આ પુણ્ય-પાપના ભાવો અશરણ છે, ભગવાન આત્મા જ એક શરણ છે. માટે પુણ્ય – પાપનું લક્ષ છોડી અંદર સાવધાન થા. સ્વરૂપના શરણમાં જતાં તને અતીન્દ્રિય આનંદ થશે.
અહા! ધ્રુવને ધ્યાનમાં લેતા અર્થાત્ જ્ઞાનને (ઉપયોગને) એક ધ્રુવમાં–શુદ્ધ ચૈતન્યમાં એકાગ્ર કરી રાખતાં રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય છે. અહા ! પહેલાં જ્ઞાનની દશા રાગમાં તન્મય - એકાગ્ર હતી તે હવે ધ્રુવધામ પ્રભુ આત્મામાં એકાગ્ર થઈ ત્યાં રાગ ભિન્ન પડી ગયો અને તત્કાલ એટલે સ્વાનુભવના તે જ સમયે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યારે જાણવું કે રાગ ને આત્મા ભિન્ન પડી ગયા. આનું નામ સમ્યગ્દર્શન ને આનું નામ ધર્મ છે.
અહો ! ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન થતાં જાણ્યું કે – આ આનંદસ્વરૂપ છે તે હું છું, રાગ હું નહિ; રાગની મારામાં નાસ્તિ છે. જ્ઞાનસ્વરૂપી આત્માનું જ્ઞાન થતાં પર્યાયમાં જ્ઞાન આવ્યું. રાગ આવ્યો નહિ, રાગ જ્ઞાનથી ભિન્ન પડી ગયો. આનું નામ ભેદજ્ઞાન છે. અહો! પુણ્ય-પાપરૂપ અશુચિથી ભિન્ન કરી પરમ પવિત્ર પ્રભુ આત્માને પ્રાપ્ત કરાવનારું ભેદજ્ઞાન કોઈ અલૌકિક છે. આચાર્યદવે કળશમાં કહ્યું છે ને કે –
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
સરચૈવાભાવતો વલ્કી વલ્કા યે છિને છેવના [ કળશ-૧૩૧] આજ પર્યત જે મુક્તિ પામ્યા છે તે આ ભેદજ્ઞાનથી પામ્યા છે, તથા સંસારમાં જે અદ્યાપિ બંધનમાં છે અને રઝળે છે તે ભેદજ્ઞાનના અભાવના કારણે જ રઝળે છે.
જેમ બીજ ઉગે એના તેર દિવસ પછી પૂનમ થાય છે તેમ સમ્યગ્દર્શનરૂપી બીજ જેને ઉગે છે તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ છે. સમ્યગ્દર્શન પછી ભેદજ્ઞાનના બળે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com