________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
એટલે જેને એ ડુંગરો તોડવા હોય છે તેઓ એમાં જે સફેદ કે લાલ આદિ રગો દેખાય છે ત્યાંથી ખોદી એમાં સુરંગ નાખી ફોડે છે; એટલે હજારો મણ પત્થર જુદા-જુદા પડી જાય છે. જુદે જુદા જ હતા તે આ રીતે જુદા પડી જાય છે.
તેમ આનંદરસકંદ પ્રભુ આત્મા અને પુણ્યપાપના ભાવ એક નથી, તેઓ દીય એક થયા જ નથી. બે વચ્ચે સંધિ સાંધ છે. કળશ ૧૮૧માં આવશે કે બે વચ્ચે સંધિ એટલે સાંધ-તડ છે; બે નિ:સંધિ-એક થયેલ નથી. અહા! ત્રિકાળી અકૃત્રિમ પ્રભુ આત્મા ને ક્ષણિક કૃત્રિમ વિકારના ભાવ બે કદી એક થયા જ નથી. જેમ બે પત્થર વચ્ચે સાંધ છે તેમ ભગવાન આત્મા અને રાગ - વિકાર વચ્ચે સાંધ છે. માટે સ્વાનુભવમાં સમર્થ એવી પ્રજ્ઞાછીણીને વર્તમાન જ્ઞાનની દશાને અંતર એકાગ્ર કરતાં બન્ને જુદા પડી
જાય છે.
અંદરમાં ( -પર્યાયમાં )
રાગનો વિકલ્પ ઊઠે છે તે સૂક્ષ્મ છે; (૫૨દ્રવ્યની અપેક્ષા અહીં વિકલ્પને સૂક્ષ્મ કહ્યો છે); અને ભગવાન જાણનારો અંદર એથીય અતિ સૂક્ષ્મ રહેલો છે. બેનાં પોતપોતાનાં નિયત નિશ્ચિત લક્ષણો છે. બંધનું લક્ષણ રાગ છે અને જ્ઞાન ને આનંદ આત્માનું લક્ષણ છે અહા ! જાણનાર... જાણનાર... જાણનાર તે આત્મા અને રાગ... રાગ... રાગ તે બંધ. બીજી રીતે કહીએ તો નિરાકુલતા લક્ષણ આત્મા છે અને આકુળતા લક્ષણ બંધ છે. બંધની રાગની દશા પર તરફની દિશાવાળી છે. આ પ્રમાણે બન્નેનાં ભિન્નભિન્ન લક્ષણો છે. આ લક્ષણોથી બન્ને વચ્ચે સાંધ છે, એકપણું નથી.
અહા! અનાદિથી પર તરફના વલણવાળી રાગની દશા ને અંતરંગ જ્ઞાનની દશાબેને ઊંડે ઊંડે એક માની આત્મા રાગી છે એમ એણે માન્યું છે, પણ અહીં કહે છે-એ બે વચ્ચે નિજ નિજ લક્ષણોથી અંતરંગ સંધિ-સાંધ છે. પ્રજ્ઞાછીણીને અર્થાત્ જ્ઞાનની દશાને અંતર્મુખ કરી સાવધાન થઇને સાંધમાં પટકતાં બન્ને ભિન્ન પડી જાય છે. અહા! જ્ઞાનની દશાને રાગથી ભિન્ન જાણી તેને અંતર-એકાગ્ર કરતાં તે એવી અંતરમાં સ્થિર થાય છે કે બન્ને જુદા પડી જાય છે, આનું નામ સમ્યગ્દર્શન ને ભેદવિજ્ઞાન છે.
-
ભાઈ! આ તો અંતરની ક્રિયા છે. આ વિના બહારની લાખ ક્રિયા કરે તોય ધર્મ થાય એમ નથી. રાગ અને આત્માને ભિન્ન કરવાની કળા-ભેદજ્ઞાનકળા એ એક
જ ધર્મ પામવાની કળા છે. બાપુ! ત્રણે કાળ ૫૨માર્થનો આ એક જ માર્ગ છે. ભગવાન તીર્થંકરદેવોએ જગતને પરમાર્થનો આ માર્ગ જાહેર કર્યો છે અને સંતો જગતને તે બતાવે છે.
અહા! આચાર્યદેવ કહે છે રાગ અને આત્માને આ રીતે પ્રજ્ઞા વડે છંદી શકાય છે એમ અમે જાણીએ છીએ. આમાં મહાસિદ્ધાંત રહેલો છે. શું? કે અમે જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com