________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૮ ]
ચન રત્નાકર ભાગ-૮ આજે પણ જેમને હજી ત્રસ અવસ્થા આવી જ નથી એવા અનંતા જીવ નિગોદમાં સબડ છે. શું કીધું? આ લસણ હોય છે ને ! એની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીરો છે, અને એ પ્રત્યેક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. અહા ! તે સર્વ જીવ “ભરિતઅવસ્થ” એટલે સ્વભાવના સામર્થ્યથી પૂરણ ભરેલા દ્રવ્યરૂપથી પરમાત્મસ્વરૂપ છે. પણ શું થાય? વર્તમાન દશા હીન છે, સ્વરૂપને સમજવાની યોગ્યતાથી રહિત છે. ભાઈ ! તને આવો અવસર (મનુષ્યભવ અવસર છે) મળ્યો છે તો સ્વરૂપને સમજી લે. રાગથી એકતા છે તે તોડીને સ્વરૂપમાં-ચૈતન્યરૂપમાં એકતા કર. અહા ! આવા અવસરમાં ભગવાન શું કહે છે એ ન સમજે તો નિગોદના જીવતરમાં ને તારા જીવતરમાં ફરક નહિ રહે. અવસર તો ચાલ્યો જશે અને સ્વરૂપના ભાન વિના ભગવાન! તું ક્યાંય સંસાર-સમુદ્રમાં ખોવાઇ જઈશ.
અહા! અનંતકાળથી રઝળતો ચોરાસી લાખ યોનિમાં અવતાર ધરતો તે મહાદુઃખી છે. વર્તમાનમાં શરીર ભલે રૂપાળું હોય, પાંચ – પચાસ લાખનો સંયોગ હોય, ઘરે બંગલા હોય અને બાયડી – છોકરાં બધાં અનુકૂળ હોય, પણ એ બધામાં તારું શું છે ભાઈ ! તારો તો એક આનંદનો નાથ ચૈતન્યલક્ષ્મીસ્વરૂપ પ્રભુ આત્મા છે. અહા ! એને જાણ્યા વિના તું દુઃખી જ છે પ્રભુ! એના ભાન વિના આ બહારની જડ લક્ષ્મી-ધૂળ વડે તે પોતાને સુખી માને છે પણ એ તો જpઠી કલ્પના જ છે. જોત જોતામાં બધું અદશ્ય થઈ જશે અને તું ક્યાંય કાગડે – કૂતરે ચાલ્યો જઇશ. સમજાણું કાંઈ....?
અહીં કહે છે – ભગવતી પ્રજ્ઞા જ – એકલી જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ - છેદનાત્મક એટલે આત્મા અને વિકારને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન છે. જેમ લાકડામાં કરવત મૂકતાં કટકા થઈ જાય છે તેમ ભેદજ્ઞાનની બુદ્ધિ અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અંતર-એકાગ્ર થયેલી જ્ઞાનની દશા આત્મા અને વિકારને – બન્નેને ભિન્ન કરી નાખે છે. અહા ! દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિ-વિનયનો રાગ ને પંચમહાવ્રતાદિનો રાગ એ બધો જે વ્યવહાર છે એનાથી ભગવાન આત્માને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન ભગવતી પ્રજ્ઞા જ છે અને તે આત્માથી અભિન્ન છે. આ પ્રમાણે આત્મા જ એટલે અંતર્મુખ વળેલી જ્ઞાનની પર્યાય જ કર્તા ને એ જ સાધન છે. ભાઈ ! આ તો મહાવિદેહમાં બિરાજમાન સાક્ષાત્ તીર્થકર સીમંધર ભગવાનની વાણીમાં આવેલી વાત છે.
પ્રશ્ન:- પણ રાગ ને આત્મા જાદા – ભિન્ન જ છે એમ આપ કહો છો તો જુદા છે એમને જાદા શું પાડવા?
ઉત્તર- હા, તેઓ જુદા જ છે, પણ એને જુદા માન્યા છે ક્યાં? બીજી ચીજ મારી છે એમ માન્યું છે. ભાઈ ! બગડે બે-એમ બીજી ચીજ મારી છે એમ માન્યું છે એ મોટો બગાડ છે. શુભાશુભનું પરિણમન એ આત્મામાં બગાડ છે એને ભિન્ન કરવા પ્રજ્ઞા - જ્ઞાનની અનુભવ દશા એ એક જ સાધન છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com