________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૯૪ ]
[ ૩૯૭ હવે આગળ કહે છે – અતીન્દ્રિય આનંદના રસથી પૂરણ ભરેલો આત્મા ને પુણ્ય - પાપરૂપ બંધની – દુ:ખની દશા – એ બેને જુદા પાડવાના કાર્યનો કર્તા જે આત્મા તેના કરણ સંબંધી મીમાંસા એટલે ઊંડી વિચારણા - મૂળ તપાસ - મૂળની સમાલોચના કરવામાં આવતાં.... , જોયું? આચાર્ય મહારાજને તો મીમાંસા કરવાની કાંઈ રહી નથી, પણ અહીં શ્રોતાઓને ભેગા લઇ ને તેનું સાધન શું છે તે આપણે વિચારીએ એ શૈલીથી વાત કરી છે.
કરણની વાત આવી ને? તો આત્મામાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ – એમ છ ગુણો – શક્તિઓ છે; પણ એ બધા અંદર ધ્રુવપણે અક્રિય રહેલા છે. અહીં જુદા પાડવાના કાર્યમાં પર્યાયરૂપ કારકની વાત છે. બેને જુદા કરવા છે તો જુદા કરવાના કાર્યના કારણમાં વર્તમાન પર્યાય સાધન થઇને બેને જુદા કરે છે. ત્રિકાળી શક્તિઓ છે એ તો ધ્રુવ છે અને વિકાર છે એ દોષ છે, એને તો પરમાં નાખી દીધો; માટે એ (-બેય) સાધન છે નહિ. એટલે અહીં કહે છે કે – કર્તા ભગવાન આત્મા તેના કરણ સંબંધી ઊંડી વિચારણા કરતાં નિશ્ચયનયે – ખરેખર જોઇએ તો પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ – જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ છેદનાત્મક કરણ છે. આ આત્માની અનુભૂતિની દશા જે પર્યાય એની વાત છે, અને તે પર્યાય કર્તાથી (પર્યાયવાનથી) ભિન્ન હોતી નથી એમ વાત છે.
અહા ! વીતરાગ જૈન પરમેશ્વર એમ કહે છે કે –દુ:ખની દશાના ભાવ અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા – એ બેને જુદા કરવા હોય તો કર્તાય આત્મા છે ને સાધનેય
I છે. રાગથી દુ:ખથી ભિન્ન પડવામાં; સ્વરૂપમાં ઢળેલી જ્ઞાનની વર્તમાન દશા તે સાધન છે. જ્ઞાનની વર્તમાન દશાને રાગની સાથે એકતા હતી, વસ્તુને નહિ; વસ્તુ તો ધ્રુવ છે. તે જ્ઞાનની પર્યાય (ભગવતી પ્રજ્ઞા) જ્યાં અંતરમાં વળી – ઢળી ત્યાં રાગથી ભિન્ન થઈ ગઈ અને ત્યારે રાગથી ભિન્ન પોતાનો આનંદનો નાથ પ્રભુ આત્મા ભાળ્યો. આ પ્રમાણે રાગ છે તેને ભિન્ન પાડવાનું સાધન ભગવતી પ્રજ્ઞા - અતરએકાગ્ર થયેલી જ્ઞાનની દશા છે.
વ્યવહાર સાધન છે એમ લોકો રાડુ પાડે છે ને? પણ ભાઈ ! અહીં તો આ અતિ સ્પષ્ટ કહે છે કે – ભગવતી પ્રજ્ઞા જ-અંતર-એકાગ્ર થયેલી સ્વાનુભવની દશા જ-વિકારથી ભિન્ન પાડવાનું સાધન છે, “ભગવતી પ્રજ્ઞા જ' –એમ કીધું છે ને? મતલબ કે તે એક જ સાધન છે. બીજું પણ સાધન છે એમ છે નહિ. એક કાર્યમાં બે સાધન હોય એ તો કથનશૈલી છે અર્થાત્ એ વ્યવહારનયનું કથન છે. (પ્રમાણનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે.) વાસ્તવમાં સાધન બે નથી, એક જ છે. એમ ન હોય તો પૂર્વાપર વિરોધ થાય. સમજાણું કાંઈ....?
અહા! અનંતકાળમાં પરિભ્રમણ કરતાં માંડ (મહાન પુણ્યોદયે ) મનુષ્યભવ મળે છે. એમાંય વળી જૈન પરમેશ્વરના માર્ગમાં જન્મ થવો મહા મહા કઠણ છે. જુઓને,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com