________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૯૪ ]
[ ૩૯૫
(સધરા)
प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः सूक्ष्मेऽन्तः सन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मग्नमन्तःस्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ।। १८१ ।।
આત્મા તો અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પુદ્દગલપરમાણુઓનો સ્કંધ છે તેથી બન્ને જુદા છદ્મસ્થના જ્ઞાનમાં આવતા નથી, માત્ર એક સ્કંધ દેખાય છે (અર્થાત્ બન્ને એકપિંડરૂપ દેખાય છે); તેથી અનાદિ અજ્ઞાન છે. શ્રી ગુરુઓનો ઉપદેશ પામી તેમનાં લક્ષણ જુદાં જુદાં અનુભવીને જાણવું કે ચૈતન્યમાત્ર તો આત્માનું લક્ષણ છે અને રાગાદિક બંધનું લક્ષણ છે તોપણ માત્ર જ્ઞેયજ્ઞાયકભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે. તેથી તીક્ષ્ણ બુદ્ધિરૂપી છીણીને-કે જે તેમને ભેદી જુદા જુદા કરવાનું શસ્ત્ર છે તેને-તેમની સૂક્ષ્મ સંધિ શોધીને તે સંધિમાં સાવધાન ( નિષ્પ્રમાદ) થઈને પટકવી. તે પડતાં જ બન્ને જુદા જુદા દેખાવા લાગે છે. એમ બન્ને જુદા જુદા દેખાતાં, આત્માને જ્ઞાનભાવમાં જ રાખવો અને બંધને અજ્ઞાનભાવમાં રાખવો. એ રીતે બન્નેને ભિન્ન કરવા.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [યં શિતા પ્રજ્ઞાòત્રી] આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી [નિપુણૈ: ] પ્રવીણ પુરુષો વડે [ થમ્ અપિ] કોઈ પણ પ્રકારે (-યત્નપૂર્વક ) [ સાવધાનીે: ] સાવધાનપણે (નિષ્ક્રમાદપણે ) [ તિ] પટકવામાં આવી થકી, [આત્મ-ર્મ-સમયસ્ય સૂક્ષ્મ અન્ત:સન્ધિવન્દે] આત્મા અને કર્મ-બન્નેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં ( –અંદરની સાંધના જોડાણમાં ) [રમસાત્] શીઘ્ર [નિપતત્તિ ] પડે છે. કેવી રીતે પડે છે? [ આત્માનન્ અન્ત:- સ્થિર-વિશવ-તસવ્—ધામ્નિ ચૈતન્યપૂરે મનમ્] આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપૂરમાં (ચૈતન્યના પ્રવાહમાં ) મન્ન કરતી [≈] અને [વન્ધમ્ અજ્ઞાનમાવે નિયમિતક્] બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચળ (નિયત ) કરતી− [અમિત: મિત્રમિન્નૌર્વતી ] એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી
ભિન્ન ભિન્ન કરતી પડે છે.
ભાવાર્થ:- અહીં આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરવારૂપ કાર્ય છે. તેનો કર્તા આત્મા છે. ત્યાં કરણ વિના કર્તા કોના વડે કાર્ય કરે? તેથી કરણ પણ જોઈએ. નિશ્ચયનયે કર્તાથી ભિન્ન કરણ હોતું નથી; માટે આત્માથી અભિન્ન એવી આ બુદ્ધિ જ આ કાર્યમાં કરણ છે. આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેમનું કાર્ય ભાવબંધ તો રાગાદિક છે અને નોકર્મ શરીરાદિક છે. માટે બુદ્ધિ વડે આત્માને શરીરથી, જ્ઞાનાવરણાદિક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com