________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
(તેનું સમાધાન આચાર્યદેવ કરે છેઃ-) આત્મા અને બંધનાં નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં ( અંતરંગની સંધિમાં ) પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકવાથી (નાખવાથી, મારવાથી) તેમને છેદી શકાય છે અર્થાત્ જીદા કરી શકાય છે એમ અમે જાણીએ છીએ.
આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં નથી ). તે ( ચૈતન્ય ) પ્રવર્તતું થયું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તતું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું-લક્ષણથી ઓળખવું (અર્થાત્ જે જે ગુણપર્યાયોમાં ચૈતન્યલક્ષણ વ્યાપે છે તે તે સમસ્ત ગુણપર્યાયો આત્મા છે એમ જાણવું) કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે (અર્થાત્ ચૈતન્યલક્ષણથી જ ઓળખાય છે). વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી ચિન્માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો. આટલું આત્માના સ્વલક્ષણ વિષે.
(હવે બંધના સ્વલક્ષણ વિષે કહેવામાં આવે છે:-) બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા (-ધારણ કરતા) પ્રતિભાસતા નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્યચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. વળી જેટલું, ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે, તેટલા જ, રાગાદિક પ્રતિભાસતા નથી, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે (અર્થાત્ રાગાદિક ન હોય ત્યાં પણ ચૈતન્ય હોય છે). વળી જે, રાગાદિકનું ચૈતન્ય સાથે જ ઊપજવું થાય છે તે ચૈત્યચેતકભાવની (– શેયજ્ઞાયકભાવની ) અતિ નિકટતાને લીધે જ છે, એકદ્રવ્યપણાને લીધે નહિ; જેમ (દીપક વડે) પ્રકાશવામાં આવતા ઘટાદિક (પદાર્થો) દીપકના પ્રકાશકપણાને જ જાહેર કરે છે-ઘટાદિપણાને નહિ, તેમ (આત્મા વડે) ચેતવામાં આવતા રાગાદિક (અર્થાત્ જ્ઞાનમાં શેયરૂપે જણાતા રાગાદિક ભાવો) આત્માના ચેતકપણાને જ જાહેર કરે છેરાગાદિપણાને નહિ.
આમ હોવા છતાં તે બન્નેની (–આત્માની અને બંધની) અત્યંત નિકટતાને લીધે ભેદસંભાવનાનો અભાવ હોવાથી અર્થાત્ ભેદ નહિ દેખાતો હોવાથી (અજ્ઞાનીને) અનાદિ કાળથી એકપણાનો વ્યામોહ (ભ્રમ ) છે; તે વ્યામોહ પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે.
ભાવાર્થ:- આત્મા અને બંધ બન્નેને લક્ષણભેદથી ઓળખી બુદ્ધિરૂપી છીણીથી છેદી જુદા જુદા કરવા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com