________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૯૨
कस्तर्हि मोक्षहेतुरिति चेत्जह बंधे छेत्तूण य बंधणबद्धो दु पावदि विमोक्खं। तह बंधे छेत्तूण य जीवो संपावदि विमोक्खं ।। २९२।।
यथा बन्धांरिछत्वा च बन्धनबद्धस्तु प्राप्नोति विमोक्षम्।
तथा बन्धांरिछत्वा च जीवः सम्प्राप्नोति विमोक्षम्।। २९२।। ( જો બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી) તો મોક્ષનું કારણ કર્યું છે?” એમ પૂછવામાં આવતાં હવે મોક્ષનો ઉપાય કહે છે:
બંધન મહીં જે બદ્ધ તે નર બંધ છેદનથી છૂટે,
ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ૨૯૨. ગાથાર્થ- [ 5થી 7] જેમ [ વન્યનવÇ: 7] બંધનથી બંધાયેલો પુરુષ [ વન્યાન જિત્વા ] બંધોને છેદીને [ વિમોક્ષ પ્રાપ્નોતિ] મોક્ષ પામે છે, [ તથા ૨] તેમ [નીવ: ] જીવ [વસ્થાન છિલ્વા ] બંધોને છેદીને [ વિમોક્ષમ્ પ્રાનોતિ] મોક્ષ પામે છે.
ટીકા - કર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે. આથી (–આ કથનથી), પૂર્વે કહેલા બન્નેને (જેઓ બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને-) આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે લગાડવામાં–જોડવામાં-ઉધમ કરાવવામાં આવે છે).
સમયસાર ગાથા ૨૯૨ : મથાળું જો બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી તો મોક્ષનું કારણ કયું છે? એમ પૂછવામાં આવતાં હવે મોક્ષનો ઉપાય કહે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com