________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૯૧
जह बंधे चिंतंतो बंधणबद्धो ण पावदि विमोक्खं। तह बंधे चिंतंतो जीवो वि ण पावदि विमोक्खं ।। २९१ ।। यथा बन्धांश्चिन्तयन् बन्धनबद्धो न प्राप्नोति विमोक्षम्।
तथा बन्धांश्चिन्तयन् जीवोऽपि न प्राप्नोति विमोक्षम्।। २९१ ।। બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કહે છે:
બંધન મહીં જે બદ્ધ તે નહિ બંધચિંતાથી છૂટે,
ત્યમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી નવ છૂટે. ૨૯૧. ગાથાર્થ- [ Fથા ] જેમ [ વજનવÇ ] બંધનથી બંધાયેલો પુરુષ [વસ્થાન વિજોયન] બંધોના વિચાર કરવાથી [ વિમોક્ષમ્ ન પ્રાપ્નોતિ] મોક્ષ પામતો નથી (અર્થાત્ બંધથી છૂટતો નથી), [ તથા] તેમ [ નીવ: ]િ જીવ પણ [વસ્થાન ચિન્તય ] બંધોના વિચાર કરવાથી [ વિમોક્ષમ્ ન પ્રાપ્નોતિ ] મોક્ષ પામતો નથી.
ટીકાઃ- “બંધ સંબંધી વિચારશૃંખલા મોક્ષનું કારણ છે' એમ બીજા કેટલાક કહે છે, તે પણ અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચારશૃંખલા (-વિચારની પરંપરા) બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચારશૃંખલા કમૃબંધથી છૂટવાનું કારણ નથી. આથી (-આ કથનથી), કર્મબંધ સંબંધી વિચારશૃંખલાત્મક વિશુદ્ધ (શુભ) ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે.
ભાવાર્થ- કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તોપણ મોક્ષ થતો નથી. એ તો ધર્મધ્યાનરૂપ શુભ પરિણામ છે. જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં ઉપદેશ છે કે-શુભ પરિણામથી મોક્ષ થતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com