________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૪૨ થી ૨૪૬
जह पुण सो चेव णरो णेहे सव्वम्हि अवणिदे संते। रेणुबहुलम्मि ठाणे करेदि सत्थेहिं वायामं ।। २४२।। छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ। सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं।। २४३।। उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं। णिच्छयदो चिंतेज्ज हु किंपच्चयगो ण रयबंधो।। २४४।। जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो। णिच्छयदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं।। २४५ ।। एवं सम्मादिट्ठी वर्सेतो बहुविहेसु जोगेसु। अकरंतो उवओगे रागादी ण लिप्पदि रएण।। २४६ ।।
સમ્યગ્દષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી, તેથી તેને પૂર્વોકત ચેષ્ટાથી બંધ થતો નથી-એમ હવે કહે છે:
જેવી રીતે વળી તે જ નર તે તેલ સર્વ દૂર કરી, વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૪૨. વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૪૩. બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને, નિશ્ચય થકી ચિંતન કરો, રજબંધ નહિ શું કારણે ? ૨૪૪. એમ જાણવું નિશ્ચય થકી-ચીકણાઈ જે તે નર વિષે રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૫. યોગો વિવિધમાં વર્તતો એ રીત સમ્યગ્દષ્ટિ જે, રાગાદિ ઉપયોગ ન કરતો રજથી નવ લેપાય તે. ૨૪૬,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com