________________
૩૭૮ ].
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ હવે, પ્રથમ ટીકાકાર આચાર્યદવ કહે છે કે – “હવે મોક્ષ પ્રવેશ કરે છે.” મોક્ષ એ પર્યાય છે; એ ત્રિકાળી વસ્તુ નથી. જેમ સંસાર વિકારી ભેખ છે, ને મોક્ષમાર્ગ અંશે નિર્મળ ભેખ છે તેમ મોક્ષ છે એ પૂરણ આનંદની દશાનો ભેખ છે. જેટલી કોઈ નવી નવી અવસ્થાઓ થાય છે તે બધા ભેખ-સ્વાંગ છે. મોક્ષ એક સ્વાંગ છે. અને કાયમ રહેનારું તત્ત્વ તો ત્રિકાળી એક ધ્રુવ ચિન્માત્ર સ્વરૂપ પ્રભુ આત્મા છે.
જેમ નૃત્યના અખાડામાં નાટકમાં સ્વાંગ એટલે નાટક કરનારો પ્રવેશ કરે છે તેમ અહીં મોક્ષ તત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. ત્યાં જ્ઞાન સર્વ સ્વાંગને જાણનારું છે. શું કીધું? કે શુદ્ધ ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાન આસ્રવ, બંધ, સંવર, નિર્જરા મોક્ષ આદિ બધા ભેખોને-સ્વાંગોને જાણે છે. આગળ ગાથા ૩૨૦માં લેશે કે જ્ઞાન આ બધા સ્વાંગને જાણે છે. તેથી અધિકારના આદિમાં આચાર્યદવ સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે –
* કળશ ૧૮૦-શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘રૂવાનીમ્' હવે ‘પ્રજ્ઞ– –વંતનાત્ વત્થ–પુરુષ દ્વિધાવૃત્ય' પ્રજ્ઞારૂપી કરવત વડે વિદારણ દ્વારા બંધ અને પુરુષને દ્વિધા કરીને..
શું કહે છે? હવે એટલે બંધ પદાર્થ પછી પ્રજ્ઞારૂપી કરવત વડે એટલે અંતસન્મુખ વળેલી વર્તમાન જ્ઞાનદશારૂપી કરવત વડે વિદારણ દ્વારા પુરુષ કહેતાં આત્મા અને રાગનેબંધને છેદી જુદા પાડવામાં આવે છે. અહાહા...શું કીધું? કે જેમ લાકડાને કરવત વડે છેદતાં બે ટુકડા થઈ જાય તેમ પ્રજ્ઞારૂપી કરવત વડ છેદતાં આત્મા અને રાગ જુદા પડી જાય છે. બંધ એટલે રાગ અર્થાત્ વ્યવહારભાવ અને આત્મા-નિશ્ચય શુદ્ધ વસ્તુ બન્ને પ્રજ્ઞા કરવતથી છેદતાં ભિન્ન પડી જાય છે. અહીં ! બંધ અને આત્મા–બે ભિન્ન ચીજ છે; એને પોતાના જ્ઞાનમાં ભિન્ન જાણવાં એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ....?
પુરુષાર્થસિદ્ધયુપાયમાં પોતાની જે જ્ઞાનાનંદ ચેતના તેને જે સેવે તેને પુરુષ કહ્યો છે. આ પુરુષનું શરીર તે પુરુષ એમ નહિ; એ તો જડ માટી–ધૂળ છે. અને જે અનાદિથી પુણ્ય-પાપની સેવા કરે છે તેય પુરુષ નહિ; એને નપુંસક કહ્યો છે. અહા ! જે પોતાની શુદ્ધ જ્ઞાન-ચેતનાને સેવે છે તે પુરુષ કહેતાં આત્મા છે.
અહીં કહે છે-અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો પિંડ પ્રભુ આત્મા અને પર્યાયમાં થતાં પુણ્ય-પાપનો-રાગનો સમૂહ, રાગગ્રામ-એ બન્નેને જુદા કરીને, “પુરુષન્ ઉપન્મસ્વનિયત' પુરુષને-કે જે પુરુષ માત્ર અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને- “સાક્ષાત્ મોક્ષ નયત્' સાક્ષાત્ મોક્ષ પમાડતું થયું, ‘પૂર્ણ જ્ઞાન વિનયતે' પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે.
શું કહે છે? કે જેટલા કોઈ રાગાદિના વિકલ્પ છે એનાથી ભગવાન આત્માને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com