________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૮૮ થી ૨૯૦ ]
[ ૩૭૭
તીવ્ર-મંદ ( આકરા-ઢીલા ) સ્વભાવને [li ૬] અને કાળને (અર્થાત્ આ બંધન આટલા કાળથી છે એમ) [વિજ્ઞાનાતિ] જાણે છે, [ વિ] પરંતુ જો [7 અવિ છેવં રોતિ] તે બંધનને પોતે કાપતો નથી [તેન ન મુર્ત] તો તેનાથી છૂટતો નથી [I] અને [વન્ધનવશ: સન્] બંધનવશ રહેતો થકો [ વદુòન અપિ ાલેન] ઘણા કાળે પણ [સ: નર: ] તે પુરુષ [વિમોક્ષન્ ન પ્રાપ્નોતિ] બંધનથી છૂટવારૂપ મોક્ષને પામતો નથી; [તિ] તેવી રીતે જીવ [ર્મવધનાનાં] કર્મ-બંધનોનાં [પ્રવેશસ્થિતિપ્રકૃતિદ્વન્ અનુમાનન્] પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમ જ અનુભાગને [ ખાનન્ અવિ] જાણતાં છતાં પણ [ન મુત્તે ] ( કર્મબંધથી) છૂટતો નથી, [હૈં યવિ સ: વશુદ્ધ: ] પરંતુ જો પોતે (રાગાદિને દૂર કરી ) શુદ્ધ થાય [મુષ્યતે] તો જ છૂટે છે.
ટીકાઃ- આત્મા અને બંધનું દ્વિધાકરણ (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા) તે મોક્ષ છે. ‘બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ છે (અર્થાત્ બંધના સ્વરૂપને જાણવામાત્રથી જ મોક્ષ થાય છે)' એમ કેટલાક કહે છે, તે અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધથી છૂટવાનું કા૨ણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર કર્મબંધથી છૂટવાનું કારણ નથી. આથી ( –આ કથનથી ), જેઓ કર્મબંધના પ્રપંચની (વિસ્તારની ) રચનાના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને ઉત્થાપવામાં આવે છે.
ભાવાર્થ:- બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ એમ કોઈ અન્યમતી માને છે. તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું. જાણવામાત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે.
*
*
મોક્ષ અધિકાર
વનિકાકાર શ્રી જયચંદજી મંગલાચરણ કરે છેઃ
*
કર્મબંધ સૌ કાપીને, પહોંચ્યા મોક્ષ સુથાન; નમું સિદ્ધ પરમાતમા, કરું ધ્યાન અમલાન.
અહાહા...! શું કહે છે? કે જેટલા સિદ્ધ ૫રમાત્મા થયા તે બધાય સમસ્ત કર્મનો નાશ કરીને થયા છે. અહા! તેઓ સમસ્ત દુઃખનો સંપૂર્ણ નાશ કરીને પરિપૂર્ણ આનંદની દશાને પ્રાપ્ત થયા છે. તે સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરીને અમ્લાન એટલે નિર્મળ નિર્વિકાર નિજ આત્માનું ધ્યાન કરું છું. અહા! અંદરમાં સિદ્ધ સમાન શુદ્ધ નિશ્ચય આત્મદ્રવ્યનું ધ્યાન કરું છું ને બહા૨માં ભગવાન સિદ્ધનું ધ્યાન કરું છું. લ્યો, આવી વાત છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com