________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ]
[ ૩૭૩ અંતર્લીન થાય છે ત્યારે તેને શુદ્ધ આત્માનુભૂતિ પ્રગટ થાય છે અને તેમાં તે નિરાકુલ આનંદને વેદ-અનુભવે છે. અહા! આવી નિજાનંદરસલીન દશા તે “નિજ ચાર્ટ' ને તે ધર્મ; બાકી આ કરું ને તે કરું-એ બધા વિકલ્પ અધર્મ છે.
હવે કહે છે- “નાહિં બધે તબ કર્મસમૂઠ” –અહાહા..! અતીન્દ્રિય આનંદનું દળ ચિઘન ચિપિંડ પ્રભુ આત્માના અનુભવની નિજાનંદરસલીન-એવી દશા થાય છે ત્યારે, કહે છે, કર્મબંધન થતું નથી; નવાં કર્મ બંધાતાં નથી, અને જાનાં ઝરી જાય છે. આ જાઓ તો ખરા અનુભવની દશા ! બનારસીદાસે કહ્યું છે ને કે
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકો અનુભવ મોખરૂપ. લ્યો, આવું! અનુભવ મોક્ષસ્વરૂપ! હવે વ્યવહાર કરતાં કરતાં કર્મબંધન છૂટે એ ક્યાં રહ્યું? એમ છે જ નહિ.
તો બીજે ( પંચાસ્તિકાયમાં ) ભિન્ન સાધ્ય-સાધન કહ્યું છે ને?
એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે બાપુ! એક કોર સમયસારની ૧૧મી ગાથામાં કહે કે ભૂતાર્થ ત્રિકાળીના આશ્રયે સમ્યગ્દર્શન થાય, આનંદની અનુભૂતિ થાય ને બીજે (પંચાસ્તિકાયમાં) એમ કહે કે રાગને આશ્રયે થાય–તો એ તો વિરોધ થયો. તો ખરેખર શું વિરોધ છે? ના, આત્માના આશ્રયે ધર્મ થાય એ તો નિશ્ચય યથાર્થ અને રાગના આશ્રયે થાય એમ કહે તે વ્યવહાર-ઉપચાર. આમ યથાર્થ સમજતાં વિરોધ મટી જાય છે. આ રીતે અવિરોધ છે.
અહાહા...! આત્મા પૂર્ણાનંદનો નાથ એક જ્ઞાયકભાવસ્વરૂપ ચૈતન્યમહાપ્રભુ અંદર ભગવાનસ્વરૂપે બિરાજે છે. એનાથી ખસી જઈ અજ્ઞાની અનાદિથી પુણ્ય-પાપના ભાવની મીઠાશમાં રહ્યો છે. તેથી તેને મિથ્યાત્વ ને કષાયનું વદન થાય છે. અહા ! એ દુઃખનું વેદન છે અને એ સંસાર છે. સંસાર બીજી શું ચીજ છે? કષાય અને એનું ફળ જે ચાર ગતિતેમાં સંસરવું-ભમવું એ જ સંસાર છે. અહીં કહે છે–પુણ્ય-પાપના ભાવને છોડી અંદરમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે તેને નવાં કર્મ બંધાતાં નથી.
- હવે કહે છે- “આપ ગહૈ પરભાવનિ કાર્ટ’ – પોતાના શુદ્ધ સ્વરૂપને ગ્રહે છે, પકડે છે ને પરભાવને-કર્મને છેદી નાખે છે. લ્યો, આમ બંધ અધિકારની ૫૧ ગાથાઓનો સંક્ષેપમાં પધદ્વારા જયચંદજીએ સાર કહ્યો.
વાત એમ છે કે અજ્ઞાની જીવને પોતાના આત્માનું આવડું મોટું સ્વરૂપ બેસતું નથી. કોઈક બીજો મોટો ઈશ્વર છે, હજાર હાથવાળો ભગવાન છે એવા ખ્યાલમાં “હું મહાન ઈશ્વરસ્વરૂપ જ છું” – એમ એને બેસતું નથી. પણ ભાઈ ! તને તારી મોટપની ખબર નથી. તારી વર્તમાન વર્તતી જે દશાઓ છે એ તો બધી ઉપર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com