________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૩ થી ૨૮૫ ]
[ ૩૩૯ આનંદનો સાગર પ્રભુ છે. એમાંથી ખસી જઈને, એનો આશ્રય અને લક્ષ કર્યા વિના અનાદિથી એને ભૂતકાળના શરીરાદિ પરદ્રવ્યોના પ્રેમમાં ઠીક લાગ્યું છે તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે; વળી તે પરદ્રવ્યોના નિમિત્તે તેને થતા રાગાદિભાવોમાં તેને જે ઠીક લાગે છે તે ભાવ-અપ્રતિક્રમણ છે.
વળી તેવી રીતે આ વજવૃષભનારા સંહનન હોય તો ઠીક, કેમકે એનાથી કેવળજ્ઞાન થાય, અને ભવિષ્ય મનુષ્યભવ હોય તો ભલો કેમકે એનાથી મુક્તિ થાય-એમ પદ્રવ્ય પ્રત્યે ભવિષ્ય માટેના સંસ્કાર, મમતા તે ઠીકપણું રહે તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે, અને એ પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિ ભાવ થશે તેમાં ઠીકપણું ને મમતા માને એ ભાવ-અપ્રત્યાખ્યાન છે. ભવિષ્યના પરદ્રવ્યો અને તેના નિમિત્તે થનારા રાગાદિથી પાછો હઠયો નથી તે દ્રવ્ય-ભાવરૂપ અપ્રત્યાખ્યાન છે.
ભાઈ ! આ બરાબર સમજવું બાપુ! આ વારંવાર ઘૂંટી-ઘૂંટીને તો કહેવાય છે. પણ શું થાય ? જેને સંસારનો અધિક રસ હોય તેને આનો (–આત્માનો) રસ લાગે નહિ. બિચારાને બધું લખું-લખું લસ લાગે. પણ ભાઈ ! આ જીવન (-અવસર) જાય છે હો. હમણાં જો ના સમજ્યો તો ક્યારે સમજીશ? (પછી અનંતકાળેય અવસર નહિ મળે ).
અરે! એણે અનંતકાળમાં સ્વ ને પર શું છે? –એની ભિન્નતા જાણી નથી. એણે પરમાં સદાય એકતા માની છે. પરદ્રવ્ય ને પરદ્રવ્યના નિમિત્તે થતા રાગાદિ વિકાર સાથે એણે એકતા કરી રાખી છે. પણ બાપુ! એ મિથ્યાભાવ છે, જૂઠો ભાવ છે, સંસારમાં રખડવા માટેનો ભાવ છે. અહીં કહે છે-એ ભૂત-ભવિષ્ય-સંબંધી પરદ્રવ્ય ને પરદ્રવ્યને નિમિત્તે થતા ભાવોની એકતા તોડીને જ્યારે સ્વ-સ્વભાવમાં એકતા કરે ત્યારે સાચું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય છે અને તે ધર્મ છે. લ્યો, આ પ્રમાણે તે સાક્ષાત્ અકર્તા થાય છે. વિકાર ને વિકારના નિમિત્તોથી પાછો હુઠી શુદ્ધ સ્વભાવમાં આવે ત્યારે સાક્ષાત્ અકર્તા થાય છે. લ્યો, આ ગાથા પૂરી થઈ.
[ પ્રવચન નં. ૩૪૧ (શેષ) ૩૪-૩૪૩ * દિનાંક ૧૪-૫-૭૭ થી ૧૬-૫-૭૭]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com