________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૨ ]
[ [ ૩૨૧ અા ! એ અજ્ઞાનીને અનાદિથી કર્મનો ઉદય જેમનું નિમિત્ત છે એવા રાગદ્વેષમોહાદિ પરિણામો છે. શું કીધું? આ પરવસ્તુની પ્રીતિ તે રાગ, પરવસ્તુની અપ્રીતિ તે દ્વેષ, અને તે રાગદ્વેષ મારા-એવો ભાવ તે મો-એમ અજ્ઞાનીને અનાદિથી રાગદ્વેષમોહાદિ પરિણામો છે. આદિ કહેતાં વિષયવાસના, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક વગેરે બધા પરિણામો સમજી લેવા.
આ કોઈ મરી જાય ત્યારે બાઈઓ રોતી નથી? એમાં કોઈને ધણી મરી જાય ત્યારે “કુવામાં ઉંડા ઉતારીને' –એવું બધું રોવે. આ બધું નવા કર્મ બંધાય એમાં નિમિત્ત છે એમ કહે છે. એમાં (રાગદ્વેષાદિમાં ) જુનાં કર્મ નિમિત્ત છે અને નવાં કર્મ બંધાય એમાં આ રાગદ્વેષમોહના પરિણામ નિમિત્ત છે. નિમિત્ત છે, પણ કોઈ-કોઈના (એકબીજાના) કર્તા નહિ હોં; પુણ્ય-પાપના-રાગદ્વેષમોહના ભાવ કરે એમાં જુનાં કર્મ નિમિત્ત છે, પણ કર્મે એ કર્યા નથી; અને એ રાગદ્વેષમોહના પરિણામ નવાં કર્મ બંધાય એમાં નિમિત્ત છે, પણ એ નવું કર્મબંધન રાગ-દ્વેષ-મોહે કર્યું નથી. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે પણ કર્તાકર્મભાવ નથી.
આમાં અત્યારે મોટા વાંધા ઊડ્યા છે. એમ કે સોનગઢવાળા નિમિત્તને માનતા નથી. હમણાં ભાઈ ! એ કૈલાસચંદ્રજીએ ખુલાસો કર્યો છે કે સોનગઢવાળા નિમિત્તને માનતા નથી એમ નથી, નિમિત્ત છે એમ તો માને છે, પણ નિમિત્તથી પરમાં (ઉપાદાનમાં) કાંઈ થાય છે એમ માનતા નથી. -વાત તો સાચી છે.
બે વાત આવી છે. એક તો ક્રમબદ્ધની; એમ કે દરેક દ્રવ્યમાં જે સમયે જે અવસ્થા થવાની હોય તે સમયે તે અવસ્થા થાય થાય ને થાય એમ બધું ક્રમબદ્ધ જ છે; પણ એની યથાર્થ પ્રતીતિ એને થાય છે કે જેની દષ્ટિ ત્રિકાળી દ્રવ્ય (–આત્મા) પર હોય છે. બીજી નિમિત્તનીઃ એમ કે સોનગઢવાળા નિમિત્તને નથી માનતા એમ નહિ, પણ તેઓ નિમિત્તને પરના કર્તા માનતા નથી. જેમ કે-પાણી ઉનું થાય ત્યારે અગ્નિ નિમિત્ત છે, પણ અગ્નિએ પાણી ઉનું કર્યું નથી. પાણી ઉનું થયું છે એ પોતાના કારણે થયું છે, અગ્નિના કારણે નહિ.
તો પ્રશ્ન થાય કે જો અગ્નિને દૂર કરો તો પાણી ઉનું નહિ રહે.
સમાધાન એમ છે કે પાણી ઉનું નહિ રહે તે પણ પોતાના કારણે. ટાઢું થાય એ પણ પોતાના કારણે ને ઉનું થાય એ પણ પોતાના કારણે, અને ત્યારે અગ્નિનું ન હોવું ને હોવું એ તો નિમિત્તમાત્ર છે.
પદ્રવ્યના કારણે પરમાં કાંઈ થતું નથી એ મૂળ સિદ્ધાંત છે. અજ્ઞાની કલ્પનાથી માને કે મેં આ કર્યું ને તે કર્યું. દુકાને-ધંધે બેઠો હોય ત્યારે આ વેચ્યું ને આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com