________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૧ ]
[ ૩૧૯ અર્થાત્ વર્તમાન પર્યાયમાં જે પુણ્ય-પાપ થાય અને એના ફળ જે આવે તે હું એમ એની પર્યાય ઉપર દૃષ્ટિ છે. અહા ! પોતે અંદર જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર છે એની એને ખબર નથી તેથી વર્તમાનમાં સહેજ અનુકૂળતા ભાળીને “આ ભવ મીઠો, પરભવ કોણે દીઠો? -એમ એને પર્યાયબુદ્ધિ થઈ જાય છે. તેમાંય વળી શરીર કાંઈક રૂપાળું હોય, બાયડી-છોકરાં સાનુકૂળ હોય ને પાંચ-પચીસ કરોડની સંપત્તિ મળી જાય તો બસ થઈ રહ્યું. એમાંથી એને નીકળવું ભારે આકરું પડે. પણ ભાઈ ! મરી જઈશ હોં એમાં. એમ ને એમ મરી જઈશ બાપુ!
એક રે દિવસ એવો આવશે, સોડ તાણીને સૂતો; કાઢો રે કાઢો એને સહુ કહે, જાણે જન્મ્યો જ ન હોતો. સગી નારી રે તારી કામની, એ ઊભી ટગ-ટગ જાએ;
કાયામાં હવે કાંઈ નથી, ઊભી ધ્રુસકે રે રૂએ. એક રે દિવસ. અહા ! આ જગત આખું વિષય-કષાયની ભીંસમાં પડેલું દુઃખી-દુઃખી છે ભાઈ !
અહીં કહે છે–અજ્ઞાની પોતાની ચિદાનંદમય સ્વરૂપલક્ષ્મીને જાણતો નથી અને કર્મના ઉદય નિમિત્તે જે ભાવો થાય છે તેને તે પોતાના માની પરિણમે છે. શું કીધું? કે એના સ્વરૂપમાં તો પુણ્ય-પાપ આદિ છે નહિ, પણ કર્મ નિમિત્ત હોતાં પોતાના પુરુષાર્થની ઉંધાઈથી પર્યાયમાં પુણ્ય-પાપ આદિ ભાવો થાય છે; અજ્ઞાની તેને પોતાના માને છે. અહા! નિમિત્તને આશ્રય એને રાગ-દ્વેષ-મોહાદિ ભાવો થાય છે તેને તે પોતાના માને છે. અંદર ચીજ પોતાની ભાળી નથી ને? તેથી પરચીજમાં રાગદ્વેષમોહાદિ ભાવોમાં-આ હુંએમ પોતાપણું માને છે, અને તેમાં તદ્રુપ થઈ પરિણમે છે.
“માટે તેમનો કર્તા થયો થકો ફરી ફરી આગામી કર્મ બાંધે છે–એવો નિયમ છે.' આ પ્રમાણે અજ્ઞાની સંસારમાં રઝળી મરે છે.
[ પ્રવચન નં. ૩૪૧ * દિનાંક ૧૪-૫-૭૭]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com