________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ ‘અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. માટે શુદ્ઘનય ઉપાદેય કહ્યો છે.’
અહા ! જેના જ્ઞાનમાં શુદ્ધાત્મા આવ્યો, દર્શનમાં શુદ્ધાત્મા આવ્યો ને રમણતામાં શુદ્ધાત્મા છે તેને શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે. તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. સ્વના આશ્રયે નિશ્ચય જે છે એ પર-આશ્રયનો-વ્યવહારનો નિષેધક છે. હવે નિશ્ચય જ્યાં વ્યવહારનો નિષેધક છે અને વ્યવહાર નિષેધ્ય છે ત્યાં વ્યવહારથી નિશ્ચય થાય એ કયાં રહ્યું ?
માટે શુદ્ઘનય ઉપાદેય કહ્યો છે; અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્મા જ એક આશ્રય કરવા યોગ્ય છે એમ સમજવું.
*
*
હવે આગળના કથનની સૂચનાનું કાવ્ય કહે છેઃ
*
'
* કળશ ૧૭૪ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
ગાય: વધનિવાનમ્ ઉત્ત્તા: ' રાગાદિકને બંધનાં કારણ કહ્યાં અને વળી ‘તે શુદ્ધવિન્માત્ર-મહ:- અતિરિı:' તેમને શુદ્ધચૈતન્યમાત્ર જ્યોતિથી ( અર્થાત્ આત્માથી ) ભિન્ન કહ્યા; ‘તવ–નિમિત્તમ્' ત્યારે તે રાગાદિકનું નિમિત્ત ‘મુિ આત્મા વા પર:’ આત્મા છે કે બીજું કોઈ... ?
જુઓ, શું પ્રશ્ન છે એ સમજાય છે કાંઈ...?
આ જે રાગ છે વ્યવહારનો એને ભગવાન! આપે બંધનું કારણ કહ્યો; અહા ! આ આચારાંગ આદિનું જ્ઞાન, દેવ-ગુરુ-શાસ્ત્રની તથા નવ પદાર્થોની શ્રદ્ધા ને છ જીવનિકાયની દયાનો વિકલ્પ ઇત્યાદિ બધાં બંધનું કારણ છે એમ આપે કહ્યું અને વળી આપ કહો છો રાગ આત્માથી ભિન્ન છે, રાગ આત્માનો છે નહિ; તો પછી એને (આત્માને ) બંધ શી રીતે થાય? રાગાદિકને શુદ્ધ- ચૈતન્યમાત્ર જ્યોતિથી (-શુદ્ધ આત્માથી ) ભિન્ન કહો છો ત્યારે રાગાદિકનું નિમિત્ત અર્થાત્ કારણ કોણ છે? આત્માનાં રાગાદિક છે નહિ, અને રાગથી બંધન થાય; ત્યારે એ રાગનું કારણ કોણ? શું એનું અર્થાત્ શુભાશુભરાગનું કારણ આત્મા છે કે બીજું કોઈ ? લ્યો, શિષ્યનો આવો પ્રશ્ન છે.
‘કૃતિ પશુન્ના: પુન: વમ્ આદુ: ' એવા શિષ્યના પ્રશ્નથી પ્રેરિત થયા થકા આચાર્ય ભગવાન ફરીને આમ કહે છે. લ્યો, આ પ્રશ્નના ઉત્તરરૂપે હવે ગાથા કહે છે એમ કહે છે.
[પ્રવચન નં. ૩૩૩ થી ૩૩૮ * દિનાંક ૨૫-૩-૭૭ થી ૧૧-૫-૭૭ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com