________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ]
[ ૨૮૩ શાસ્ત્રજ્ઞાન હોવા છતાં શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ આત્માના આશ્રયના અભાવે અભવ્ય જીવને જ્ઞાનનો-મોક્ષના કારણભૂત સમ્યજ્ઞાનનો અભાવ છે. મારગ બહુ ઝીણો ભાઈ ! હવે આવી વાત કાનેય ન પડે તે બિચારા શું કરે? ( સંસારમાં આથડી મરે).
અહા ! આવું મનુષ્યપણું મળ્યું, કાંઈક પહોળો-પહોંચતો ક્ષયોપશમ થયો, ને એમાં જો શુદ્ધ તત્ત્વની અંતરમાં સમજણ ન કરી તો શું કર્યું ભાઈ ? અહા ! શુદ્ધ આત્માનું જ્ઞાન ન કર્યું તો એણે કાંઈ ન કર્યું; આખી જિંદગી એળે ગઈ. અરે! જીવન (આયુ ) તો પૂરું થશે અને દેહ છૂટી જશે, ત્યારે તું કયાં રહીશ પ્રભુ? મિથ્યાજ્ઞાનમાં રહેવાનું ફળ તો અનંત સંસાર છે ભાઈ ! એકલો દુ:ખનો સમુદ્ર ! !
અહા ! આચાર્ય કહે છે–અંદર શુદ્ધ વિજ્ઞાનઘન પ્રભુ આત્માના જ્ઞાનના અભાવને લીધે શાસ્ત્રજ્ઞાનનો સદભાવ હોવા છતાં અભવ્યને જ્ઞાન નથી. એથી એમ નક્કી થયું કે શાસ્ત્રજ્ઞાન કાંઈ (લાભદાયી) નથી; આત્મજ્ઞાન જ જ્ઞાન છે. હવે લૌકિક જ્ઞાન ને અજ્ઞાનીઓએ કહેલાં કલ્પિત શાસ્ત્રોનું જ્ઞાન એ તો ક્યાંય રહી ગયાં. એ તો બધાં અજ્ઞાન અને કુશાન જ છે. અહીં તો આ ચોકખી વાત છે કે જેમાં ભગવાન આત્માનો આશ્રય નથી તે કાંઈ નથી, એ બધું અજ્ઞાન જ છે. હવે આવું તત્ત્વ સમજવાય રોકાય નહી અને આખો દિ' ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણે , ને પડિક્કમ્મામિ ભંતે ઇરિયાવહિયાએ.... એમ પાઠ રચ્યા કરે પણ એથી શું? બાપુ! મારગડા જુદા છે નાથ ! એવું લાખ રટે તોય કાંઈ નથી કેમકે આત્મજ્ઞાનથી ઓછું કાંઈપણ (શબ્દશ્રુતજ્ઞાન પણ) જ્ઞાન નથી. સમજાણું કાંઈ..?
હવે બીજી વાત - “જીવ આદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે.'
જાઓ, સમ્યગ્દર્શન જેને ભગવાન સત્યદર્શન-આત્મદર્શન કહે છે એનો આશ્રયઆધાર નવ પદાર્થો નથી. એટલે શું? કે ભગવાને જે જીવ, અજીવ આદિ નવ પદાર્થ કહ્યા છે એના ભેદરૂપ શ્રદ્ધા નથી એટલે કે એનાથી ભગવાન આત્માનું શ્રદ્ધાન અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન થતું નથી. નવ તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા તો રાગ છે. એ કાંઈ સમકિતનું કારણ નથી.
લ્યો, એ જ હેતુ-દષ્ટાંતથી સિદ્ધ કરે છે. જીવ આદિ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે. જોયું? અભવ્ય જીવને, કહે છે, નવતત્ત્વની શ્રદ્ધા તો હોય છે પણ તેને સમકિત હોતું નથી. કેમ ? તો કહે છે–એને શુદ્ધ આત્માના શ્રદ્ધાનનો અભાવ છે. આ તો અભવ્યનો દાખલો આપ્યો છે. બાકી ભવ્ય જીવને પણ નવતત્ત્વની શ્રદ્ધાનો અભાવ હોવા છતાં શુદ્ધ આત્માની શ્રદ્ધાના અભાવને લીધે સમ્યગ્દર્શનનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com