________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨ ]
યન રત્નાકર ભાગ-૮ અહા ! એના દુ:ખનું શું કથન કરીએ? અહા! કેવા અકથ્ય પારાવાર દુ:ખમાં રહ્યો તે ભૂલી ગયો પ્રભુ! અહીં તને એ દુઃખથી મુક્ત થવાની વાત કરે છે.
કહે છે-આ લૌકિક જ્ઞાન-એલ.એલ.બી, ને એમ.ડી ને પી.એચ.ડી ઇત્યાદિનું જે છે એની વાત તો એકકોર રહી, કેમકે એ તો નર્યું પાપ છે; પણ ભગવાન સર્વજ્ઞદેવના શ્રીમુખેથી જે ઓધ્વનિ નીકળી અને એમાંથી જે બાર અંગરૂપ શબ્દશ્રુત રચાયું તે આચારાંગ આદિ શબ્દશ્રુતનું જ્ઞાન પણ સમ્યજ્ઞાન નથી, પણ વિકલ્પ છે, શુભભાવ છેએમ કહે છે; એનાથી પુણ્યબંધ થાય છે, પણ સમ્યજ્ઞાન નહિ, ધર્મ નહિ. લ્યો, આવી આકરી વાત છે.
જેમ માણસને પાંચ-પચાસ લાખની સંપત્તિ થાય ને કુટુંબ બહોળું થાય ત્યાં એમાં તે ગુંચાઈ જાય છે, જેમ ખાંડેલાં સૂકાં મરચાંનો કીડો-ઈયળ મરચાનું ઘર (બાચકાં) કરીને મરચામાં રહે છે તેમ અજ્ઞાની અનાદિથી લૌકિક જ્ઞાનમાં, મિથ્યાજ્ઞાનમાં ભરમાઈ ને પડ્યો છે. એ તો નિરંતર પાપ જ બાંધે છે. એની અહીં વાત નથી. અહીં તો કોઈ ભગવાન કેવળીએ કહેલાં દિગંબર પરંપરાથી ચાલ્યાં આવતાં સન્શાસ્ત્રોનું ભણતર કરે અને એથી એને જે શબ્દશ્રુતજ્ઞાન થાય તે એકાંતે જ્ઞાનનો આશ્રય નથી અર્થાત્ એનાથી સમ્યજ્ઞાન થાય છે એમ નથી એમ કહે છે. અહા ! શાસ્ત્રોનું જ્ઞાન છે એ શબ્દજ્ઞાન છે, પણ આત્મજ્ઞાન નહિ. શાસ્ત્રને જાણનારો શબ્દને જાણે છે, પણ આત્માને નહિ, આવી વાત છે! સમજાણું કાંઈ...?
અહાહા..! આચારાંગ આદિ શબ્દશ્રત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી એટલે શું કીધું? કે શબ્દશ્રુતનું જ્ઞાન સમ્યજ્ઞાનનું કારણ નથી. અહાહા..! મોક્ષનું કારણ એવું જ સમ્યજ્ઞાન તે શબ્દશ્રુતના આશ્રયે થતું નથી. હવે સન્શાસ્ત્ર કોને કહેવાય એનીય ખબર ન મળે ને જે તે કલ્પિત શાસ્ત્રોનો કોઈ અભ્યાસ રાખે એ તો બધા પાપના વિકલ્પ ભાઈ ! આ તો ભગવાન કેવળીની વાણી અનુસાર રચાયેલાં શાસ્ત્રોનું જ્ઞાન પણ સમ્યજ્ઞાનનુંઆત્મજ્ઞાનનું કારણ નથી એમ કહે છે. શાસ્ત્રજ્ઞાન વિકલ્પ છે ને? પુણ્યભાવ છે, એનાથી પુણ્યબંધ થાય છે પણ આત્મજ્ઞાન નહિ. જાઓ, અભવ્યને શાસ્ત્રજ્ઞાનની-આચારાંગ આદિ અગિયાર અંગ સુધીના જ્ઞાનની-યાતી છે પણ શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે; અર્થાત એને શુદ્ધ આત્માનો આશ્રય નહિ હોવાથી કદીય સમ્યજ્ઞાન થતું નથી.
અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એકલો જ્ઞાનનો પિંડ છે. શું કીધું? કે જેમ સક્કરકંદ ઉપરની છાલ ન જુઓ તો અંદર એકલી મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા શાસ્ત્રજ્ઞાનના-વ્યવહારજ્ઞાનના વિકલ્પથી ભિન્ન અંદર એકલો જ્ઞાનનો પિંડ શુદ્ધ જ્ઞાનઘન છે. પણ અહા! પાણીના પૂરની જેમ શાસ્ત્ર ભણી જાય એવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com