________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
ઐકાંતિક છે, એનો (શુદ્ધરત્નત્રયનો ) બીજો કોઈ આશ્રય નથી તેથી ઐકાંતિક છે. એમ નથી કે કોઈને વ્યવહારથી થાય અને કોઈને નિશ્ચયથી (આત્માથી) થાય તથા કોઈને નિમિત્તથી થાય ને કોઈને શુદ્ધ ઉપાદાનથી થાય. એ તો આગળ આવી ગયું કે વ્યવહારથી ને નિમિત્તથી થાય એ માન્યતા તો અનૈકાંતિક અર્થાત્ વ્યભિચારયુક્ત છે. આ તો એક શુદ્ધ આત્માના આશ્રયે જ (નિશ્ચયરત્નત્રય) થાય એમ ઐકાંતિક છે. વીતરાગનો આવો મારગ છે ભાઈ ! આ તો શૂરાનો મારગ બાપુ! આવે છે ને કે
‘વીરનો મારગ છે શૂરાનો કાયરનું નહિ કામ જો ને.’
અહા ! સાંભળીનેય જેનાં કાળજાં કંપી જાય એ કાયરનાં આમાં કામ નહિ બાપા ! શ્રીમદે કહ્યું છે ને કે
‘વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.'
ત્યાં પુણ્ય-પાપ અધિકારમાં (ગાથા ૧૫૪, ટીકામાં) આવે છે કે-જે સામાયિક અંગીકાર કરીને અશુભને તો છોડે છે, પણ શુભને છોડતો નથી ને એમાં રોકાઈને શુદ્ધોપયોગ જે ધર્મ છે તે પ્રગટ કરતો નથી તે નામર્દ છે, નપુંસક છે, કાય૨ છે. ત્યાં ટીકામાં સ્રીવ શબ્દ વાપર્યો છે.
૪૭ શક્તિઓમાં આત્માને એક વીર્યશક્તિ કહી છે. વીર્ય એટલે શું? કે જે આત્માના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની રચના કરે તેને વીર્ય કહીએ. અહા! શુભને રચે તે આત્માનું વીર્ય નહિ. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છે. એની વીર્યશક્તિ પૂર્ણ શુદ્ધ ત્રિકાળ છે. અહા ! પર્યાયમાં શુદ્ધતાની રચના કરે તે વીર્યશક્તિનું કાર્ય છે; પણ અશુદ્ધ એવા શુભની રચના કરે એ આત્મવીર્ય નહિ; એ તો બાપુ! વીર્યહીન નામર્દ-નપુંસકનું કામ. અહા ! જેમ નપુંસકને પ્રજા ન હોય તેમ શુભભાવવાળાને ધર્મની પ્રજા ન હોય, તેથી તેઓ નપુંસક છે.
અહીં કહે છે- ‘શુદ્ધ આત્માને જ્ઞાન આદિનો આશ્રય ઐકાંતિક છે.' એટલે કે શુદ્ધ આત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી, કેમકે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે. અહા! જેમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો આશ્રય હોય તે જ્ઞાન-દર્શન-ચારિત્ર નિર્મળ સત્યાર્થ જ છે, એમાં વ્યભિચાર નથી; ને જેમાં ૫૨નો-શ્રુતનો નવ તત્ત્વનો, છ જીવ-નિકાયનો-આશ્રય હોય તે જ્ઞાન-દર્શન-ચારિત્ર અસત્યાર્થ છે, એમાં વ્યભિચાર આવે છે કેમકે ૫૨-આશ્રયથી ત્રણકાળમાં નિર્મળ રત્નત્રય થતાં નથી.
અત્યારે તો બધે વ્યવહા૨ના ગોટા ઉઠયા છે કે-વ્યવહારથી થાય, વ્યવહારથી થાય. પણ અહીં તો સ્પષ્ટ કહે છે કે-વ્યવહારથી થાય એ માન્યતા અનૈકાંતિક અર્થાત્
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com