________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ ]
ચન રત્નાકર ભાગ-૮ છે “તત' તો પછી, “મની સન્ત:' આ સત્પરુષો “અ” સભ્ય નિશ્ચયમ્ વ નિષ્ણમ્પન શાખ્ય' એક સમ્યક નિશ્ચયને જ નિષ્કપપણે અંગીકાર કરીને “શુદ્ધજ્ઞાન ને નિને મહિનિ' વિજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિનામાં “વૃતિમ્ વ ન વનન્તિ' સ્થિરતા કેમ- ધરતા નથી ?
અહાહા..! કહે છે- તત્વ એટલે તો પછી સત્પરુષો એક નિશ્ચયમાં સ્થિરતા કેમ કરતા નથી? અહા ! સત્પરુષ કોને કહીએ? કે જેણે પરાશ્રયનો ભાવ દષ્ટિમાંથી છોડીને ત્રિકાળી સત્ પ્રભુ આત્માનો અંતરમાં સ્વીકાર કર્યો છે એવા સંત પુરુષ પુરુષ છે. સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે; તેના આશ્રયે જે સુખમાં પ્રવર્તે છે તે સંત મહાત્મા સપુરુષ છે. ભજનમાં આવે છે ને? કે
સુખિયા જગતમાં સંત, દુરીજન દુઃખિયા રે' જગતમાં એક સંત સુખિયા છે. એટલે શું? કે નિર્મળાનંદનો નાથ અનંત અનંત સ્વભાવો-શક્તિઓનો ભંડાર ભગવાન આત્માનો જેણે આશ્રય લીધો છે તે સંતો-સપુરુષો જગતમાં સુખી છે, અને પરથી એત્વ માનીને પરના આશ્રયે થતા વિકારી ભાવમાં જે રોકાઈ પડ્યા છે, પરાશ્રિત ભાવથી જે લાભ માને છે તે દુરીજન એટલે દુર્જન જગતમાં દુ:ખિયા છે. અહા ! વ્યવહારથી લાભ થવાનું માને તે દુર્જન દુઃખિયા છે આકરી વાત બાપા !
ભાઈ ! આ તો “નિનૈ:૩જીમ્' ત્રણ લોકના નાથ જિનેન્દ્ર ભગવંતોએ કહ્યું છે. હવે ભગવાનની ભક્તિ કરે અને ભગવાને જે કહ્યું છે તેને અંતરમાં ન સ્વીકારે તો તેને ભગવાનની–અહંતદેવની સાચી શ્રદ્ધા નથી. તેવી રીતે ગુરુની ભક્તિ કરે પણ જે પરાશ્રિત છે એવો સઘળો વ્યવહાર અમે છોડાવવા માગીએ છીએ એમ ગુરુએ કહ્યું તે ન સ્વીકારે તેને ગુની શ્રદ્ધા નથી. અને તેવી રીતે તેને શાસ્ત્રની પણ શ્રદ્ધા નથી. આ પ્રમાણે અજ્ઞાની અનેક પ્રકારના ક્રિયાકાંડમાં પ્રવર્તવા છતાં તે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાથી રહિત દુર્જન દુ:ખી જ છે.
અહાહા...! અહીં કહે છે- “એક સમ્યક નિશ્ચયને જ નિષ્કપપણે અંગીકાર કરીને...” જોયું? એક કહેતાં જેમાં બીજી ચીજ ( રાગાદિ) નથી એવા સત્ય નિશ્ચયસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ પરમાત્મદ્રવ્યને જ નિષ્કપપણે અંગીકાર કરીને તેમાં જ ઠર-એમ કહે છે. પહેલાં છોડવાયોગ્ય કહ્યું ત્યાં “વ્યવહાર: વ’ વ્યવહાર જ સઘળો છોડ એમ કહ્યું. ને હવે ઠરવામાં પણ ‘વ’ શબ્દ વડે એક નિશ્ચયમાં જ ઠર એમ કહ્યું; મતલબ કે વ્યવહારનાઅસ્થિરતાના રાગના-કંપમાં ન જા, પણ નિષ્કપ એક નિશ્ચયમાં જ ઠર એમ કહે છે. ગજબનો કળશ છે ભાઈ !
અરે ભાઈ ! તું વ્યવહાર-વ્યવહાર કરે છે પણ ભગવાને કહેલો વ્યવહાર-વ્રત,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com