________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૧ ]
[ ૨૦૯ લ્યો, આવી વાત! ચાલતા પ્રવાહથી જુદી છે ને? એટલે લોકોને બહુ આકરી લાગે ને રુચે નહિ. એને એમ લાગે છે કે વ્યવહારથી વિમુખ થશે તો ભ્રષ્ટ થઈ જશે.
અરે ભાઈ ! એમ ભડકે છે શું? જરા ધીરો થઈને સાંભળ. અંદર પ્રભુ! તું આત્મા છો કે નહિ? અહાહા...! અનંત અનંત સ્વભાવોથી ભરેલો જ્ઞાનાનંદનો દરિયો પ્રભુ તું આત્મા છો. એની સન્મુખ જવું એનું જ નામ વ્યવહારથી વિમુખતા છે. તેથી વ્યવહારનો આશ્રય છોડશે તો તે નિશ્ચયમાં જશે, અહા! એ દુઃખને છોડી સુખમાં જશે. ભાઈ ! વ્યવહારનો આશ્રય તો દુ:ખ છે. તેથી તેનો આશ્રય છોડતાં અંદર આનંદમાં જશે. સમજાણું કાંઈ..?
અહીં કહે છે- “કન્યાશ્રય: વ્યવહાર: gવ નિરિવત: પ ત્યાનિત:' પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. ચાહે દેવ-ગુરુ-શાસ્ત્ર હો, જિનમંદિર, સમ્મદશિખર, શત્રુંજય કે ગિરનાર હો; ભાઈ ! એ બધું પર છે. આ આગમમંદિર આવડું મોટું છે તે પર છે. અરે. ભગવાન ઋષભનાથના વખતમાં કૈલાસ પર્વત પર ભરત ચક્રવર્તીએ ત્રણ કાળની ભૂત, વર્તમાન ને ભવિષ્યની ચોવીસીના સોનાનાં મંદિરો બનાવ્યાં હતાં. સોનાનાં મંદિરો હોં. પણ એમાં શું છે? એ બધું પર છે અને એના આશ્રયે થયેલો ભાવ પરાશ્રિત શુભભાવ છે (ધર્મ નહિ). જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી ધર્મીપુરુષ સ્વ-આશ્રયના આનંદમાં પણ હોય અને કિંચિત્ પરાશ્રયના આવા ભક્તિ આદિના શુભરાગમાં પણ હોય. પણ ધર્મીને એ શુભરાગ યબુદ્ધિએ હોય છે, તેને એનાં રુચિ, આદર કે મહિમા હોતાં નથી.
અહાહા..! અંદરમાં પોતાનું પરમ ચૈતન્યનિધાન પડયું છે. જેમાં જીવત્વ, ચિતિ, દિશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સ્વચ્છતા, પ્રકાશ ઈત્યાદિ અનંત અનંત શક્તિઓ પ્રત્યેક પરમ પરિણામિકભાવે સ્થિત છે એવા પરમ પદાર્થ પ્રભુ આત્મા છે. પરમ પરિણામિક ભાવે એટલે શું? કે તે સહજ છે અને કોઈ કર્મના સદ્દભાવ કે અભાવની અપેક્ષાથી રહિત છે. શું કીધું? કે વસ્તુની શક્તિઓ સહજભાવે છે, એને કોઈની અપેક્ષા નથી. જુઓ, પર્યાયમાં વિકાર થાય તો કર્મના ઉદયનું નિમિત્ત છે, ને નિર્વિકાર થાય તો કર્મના અભાવનું નિમિત્ત છે. પણ વસ્તુ આત્મા ને એની શક્તિઓ કોઈની અપેક્ષાથી રહિત પરમ પરિણામિક ભાવે સ્થિર છે. આવી મહાન વસ્તુ પોતે છે, પણ એની ખબર વિના બિચારો ક્રિયાકાંડ કરી કરીને મરી ગયો છે. એને કહે છે ભાઈ ! વ્યવહારની રુચિ છોડીને હવે તારા ચૈતન્યનિધાનનો-પરમ સ્વભાવભાવનો-નિશ્ચયનો આશ્રય કર. તારા સુખ માટે આ જ કર્તવ્ય છે.
અહાહા...! કહે છે-પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com