________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭) ]
[ ૧૯૯ નામ સ્વાધીન અને તેના આશ્રયે ઉત્પન્ન નિર્મળ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ પણ સ્વાધીન. આવી વાત છે; સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાનાદિરૂપપણાનો અત્યંત અભાવ હોવાથી શુભ કે અશુભ કર્મથી (મુનિવરો ) ખરેખર લેવાતા નથી.
જોયું? ભગવાન આત્મા અંતરમાં ઝળહળ ઝળહળ અમંદ નામ અતિ ઉગ્ર ચૈતન્યજ્યોતિ છે. અહાહા...! જાણગ-જાણગસ્વભાવે અંતરમાં અત્યંત પ્રકાશમાન ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા ભિન્ન વિરાજી રહ્યો છે. તેમાં અંતઃપુરુષાર્થ કરતાં ભિન્ન ચૈતન્યજ્યોતિ અંદર પ્રકાશિત-પ્રગટ થાય છે. અહીં કહે છે-આવી અંતરંગમાં પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ જરાપણ અજ્ઞાનરૂપ, મિથ્યાત્વરૂપ ને અચારિત્રરૂપ નહિ થતી હોવાથી મુનિવરો શુભ કે અશુભ કર્મથી લેવાતા નથી; અર્થાત્ મુનિવરોને શુભાશુભ બંધન હોતું નથી. આને બાપા! મુનિ કહેવાય. અહો ! મુનિપણું કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે! અરે! લોકોને બિચારાઓને અંતરંગ મુનિદશાની ખબર નથી !
* ગાથા ૨૭૦ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ જે અધ્યવસાનો છે તે-હું પરને હણું છું એ પ્રકારનાં છે, હું નારક છું-એ પ્રકારનાં છે તથા હું પરદ્રવ્યને જાણું છું-એ પ્રકારનાં છે.'
જોયું? ૧. હું પરને હણું છું-જિવાડું છું, પરને દુઃખી-સુખી કરું છું વગેરે, ૨. હું નારક-દેવ-મનુષ્ય-તિર્યંચ છું, તથા ૩. હું ધર્માદિ પરદ્રવ્યોને જાણું છું-એમ ત્રણ પ્રકારે અધ્યવસાનો હોય છે. તેઓ કયાં સુધી હોય છે? તો કહે છે
તેઓ જ્યાં સુધી આત્માનો ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિ કર્મોદયજનિત ભાવોનો તથા આત્માનો ને શેયરૂપ અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે.
કેવાં છે તેઓ?
ભેદજ્ઞાનના અભાવને લીધે મિથ્યાત્વરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે; એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે.
તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે.”
અહાહા...! હું પરને જિવાડું, સુખી કરું ઈત્યાદિ અધ્યવસાન જ મુનિવરોને હોતા નથી; કેમકે પરને કોણ જિવાડી શકે ? કોણ સુખી કરી શકે ? વળી પર ચીજ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com