________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ગુણ અને એકમાત્ર જ્ઞતિક્રિયા પર્યાય તે હું આત્મા છું. પણ એથી વિપરીત આ હું મનુષ્ય, નારકી આદિ છું, આ ધર્માદિ દ્રવ્યો જણાય છે તે મારાં છે અને હું પરને જિવાડું-મારું છું ઈત્યાદિ પરની ક્રિયા કરી શકું છું-એવાં જે અધ્યવસાન છે તે અજ્ઞાન છે, અદર્શન છે, ભગવાન આત્માનાં અનાચરણરૂપ અચારિત્ર છે. હવે કહે છે
માટે આ સમસ્ત અધ્યવસાનો બંધના જ નિમિત્ત છે.”
જોયું? હું મનુષ્ય છું, હું દેવ છું એમ જાણે, માને ને વર્તે તથા બીજાની દયા કરું ને બીજાને સુખી કરી દઉં એમ પરની ક્રિયાનો સ્વામી થઈ પ્રવર્તે એ બધુંય ભગવાન આત્માનું અજ્ઞાન, અદર્શન અને અનાચરણ હોવાથી બંધનું નિમિત્ત છે. જ્ઞાનમાં ધર્માદિ પર ચીજો જણાણી ત્યાં તે ચીજ મારામાં છે એમ માને તે સંસારમાં રખડવા માટે છે. આ પ્રમાણે અજ્ઞાનીની અવળી માન્યતાના બોલ કીધા. હવે જ્ઞાનીના સવળા કહે છે.
માત્ર જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે જ કોઈક (વિરલ) મુનિકુંજરો (મુનિવરો ), સતરૂપ અહેતુક જ્ઞતિ જ જેની એક ક્રિયા છે, સરૂપ અહેતુક જ્ઞાયક જ એક જેનો ભાવ છે અને સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને (સર્વ અન્યદ્રવ્યોથી જુદા આત્માને ) જાણતા થકા, સમ્યક પ્રકારે દેખતા (શ્રદ્ધતા ) થકા અને અનુસરતા થકા, સ્વચ્છ અને સ્વચ્છેદપણે ઉદયમાન ( અર્થાત્ સ્વાધીનપણે પ્રકાશમાન ) એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાનાદિરૂપપણાનો અત્યંત અભાવ હોવાથી શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા નથી.'
અહાહા...! સંત-મુનિવરો કોને કહીએ? જૈન સાધુ કોને કહીએ? કે જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે મુનિકુંજરો અર્થાત્ ઉત્તમ મુનિવરો છે. અહા ! તો એ ધર્માત્મા-સંતની ક્રિયા કઈ? જુઓ, દેહની ક્રિયા થાય અને વ્રત, તપ, દયા, દાન આદિ રાગની ક્રિયા થાય તે એની-ધર્માત્માની ક્રિયા નહિ. એની તો સતરૂપ અહેતુક એક જ્ઞતિ જ ક્રિયા છે. આ જાણવા-દેખવાની, શ્રદ્ધવાની અને અંતરમાં ઠરવાની ક્રિયા એ જ એક એની સ્વાભાવિક ક્રિયા છે.
વળી સરૂપ અહેતુક જ્ઞાયક જ એનો એક ભાવ છે. આમાં દ્રવ્ય લીધું. ભગવાન આત્મા પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ એકલા ચૈતન્યરસ-જ્ઞાનરસનું સત્ત્વ પોતે એક જ્ઞાયકભાવ સ્વરૂપ છે- એમ સંતો અનુભવે છે. આમાં બીજાને (–અજ્ઞાનીને) થાય કે શું હશે આ? કોણ જાણે ક્યાં હશે આવું? આ બધું-રૂપાળો દેહ, ધન-સંપત્તિ ને કુટુંબ-પરિવાર ઈત્યાદિ બહારમાં દેખે એટલે એને મન એ હો... હો... હો.. થઈ જાય. પણ ભાઈ ! એ તો બધી મસાણના ફોસ્ફરસની ચમક છે બાપા! ક્યાંય ભસ્મ થઈ જશે. અરે ! આ બધાં મારાં છે એમ કરીને એણે, પોતે જીવતી-જાગતી જ્ઞાનાનંદજ્યોતિ છે તેને હણી નાખી છે. શું કીધું? હું જ્ઞાનાનંદસ્વરૂપ છું એમ ન માનતાં હું દેહાદિસ્વરૂપ છું અને તે વડે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com