________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૦ ]
[ ૧૯૫ આશ્રયસ્થાન છે. આવો મારગ ભગવાન વીતરાગનો છે તેને અત્યારે લોકોએ રાગથી રગદોળી દીધો છે. અહા! આવું પરમ સત્ય બહાર આવ્યું તે પોતાને ગોઠતું નહિ હોવાથી તેઓ વિરોધનો વંટોળ ઊભો કરે છે. પણ શું થાય? (સત્ય તો જેમ છે તેમ જ છે).
અહીં કહે છે-આ ધર્માદિ પદાર્થો જાણવાયોગ્ય પદાર્થો છે. એનાથી આ જાણનારો ભગવાન જ્ઞાયક ભિન્ન છે. એ પરજ્ઞયો બધા જણાય છે એ તો જ્ઞાનનું પોતાનું સામર્થ્ય છે. અહા ! એ પરયોને જાણનારું જ્ઞાન કાંઈ પરમાં જતું નથી (-પરરૂપ થતું નથી), અને પરજ્ઞયો જણાય છે તે કાંઈ જ્ઞાનમાં જતા નથી. ( જ્ઞાનરૂપ થતા નથી). આ પ્રમાણે જ્ઞાન, પરજ્ઞયોથી ભિન્ન જ છે. છતાં એ પરપદાર્થો જાણવામાં આવ્યા માટે તે મારા છે, કે એનાથી મારું જ્ઞાન છે એવી જે માન્યતા છે કે, ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી અજ્ઞાન છે, તે ભિન્ન આત્માનું અદર્શન હોવાથી મિથ્યાદર્શન છે અને તે ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી અચારિત્ર છે.
આ બીજો જીવ (સ્ત્રી-પુત્ર-પરિવાર, દેવ-ગુરુ આદિ) મારો છે એમ જાણવામાં આવે તે અજ્ઞાન છે. ભાઈ ! અહા! પોતાનું તો સ્વ-પરને જાણવાના સ્વભાવવાળું સહજ એક જ્ઞાન છે, ત્યાં પરય પોતાના ક્યાંથી થઈ ગયા? સ્વ-પરને જાણવાના સ્વભાવને કારણે પર જાણવામાં ( જ્ઞાનમાં) આવ્યા એમ કહેવાય, પણ ખરેખર પર કાંઈ જાણવામાં (જ્ઞાનમાં) આવ્યા નથી, પણ પોતાનો સ્વ-પરને જાણવાનો સ્વભાવ જ અંદર જાણવામાં આવ્યો-પ્રસર્યો છે. આમ છે છતાં પરથી જાણપણું આવ્યું વા પર જાણવામાં આવતાં પર મારા થઈ ગયા એમ કોઈ માને તો તે તેનું અજ્ઞાન છે, કેમકે તેને પોતાના સહજ એક જ્ઞાનસ્વભાવની ખબર નથી.
અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવસ્વરૂપ છે તે દ્રવ્ય, જ્ઞાનસ્વભાવ તે એનો ગુણ અને તેની વર્તમાન જાણવા-દેખવાની પરિણતિ તે જ્ઞતિક્રિયારૂપ પર્યાય. બસ એટલામાં એનું અસ્તિત્વ છે. અહાહા...! સદ્રવ્ય, સતગુણ ને સપર્યાય. એ પર્યાયમાં પર જે શરીર, મન, વાણી, રાગ ઈત્યાદિ જાણવામાં આવે તેને મારાં માને તે અજ્ઞાની છે. અહાહા.! સ્વ-પરને પ્રકાશવાના બેહદ સ્વભાવવાળો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય અરિસો છે. પોતાના આવા સ્વરૂપને ભૂલીને જે પરજ્ઞયો જણાય છે તેને પોતાના માને છે તે અજ્ઞાની છે. આમ આંધળે-આંધળો એ અનાદિથી હાલ્યો જાય છે. જૈનનો સાધુ થયો, બહારથી નગ્ન થઈને રહ્યો, તોય હું કોણ છું? કેવડો છું? અને મારું કર્તવ્ય શું? –એના ભાન વિના એણે એકલી રાગની ક્રિયાઓ કર્યા કરી; પણ એથી શું? અંદર પોતાની ચિદાનંદમય સ્વરૂપલક્ષ્મીને ભાળ્યા વિના (પ્રાપ્ત થયા વિના) એ રાંકબિચારો જ છે. શાસ્ત્રમાં આવા જીવોને ‘વરાળT:' – રાંક-બિચારા જ કહ્યા છે.
આ પ્રમાણે સહજાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયક દ્રવ્ય, જ્ઞાનાદિ એની અનંતશક્તિઓ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com