________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ તે નિશ્ચયથી [વિન્યતાન્] વિચારો. [તસ્મિન નરે] તે પુરુષમાં [૫: : સ્નેદમાવ: 7] જે તેલ આદિનો ચીકાશભાવ છે [તેન] તેનાથી [૨] તેને [૨નોવશ્વ: ] રજનો બંધ થાય છે [ નિશ્ચયત: વિજ્ઞયં] એમ નિશ્ચયથી જાણવું, [ શેષામિ: વાયવેરામિઃ] શેષ કાયાની ચેષ્ટાઓથી [૧] નથી થતો. [gd] એવી રીતે- [ વહુવિધાલુ વેણીતુ ] બહુ પ્રકારની ચેષ્ટાઓમાં [વર્તમાન.] વર્તતો [ નિય્યદષ્ટિ:] મિથ્યાદષ્ટિ [૩પયોm] (પોતાના) ઉપયોગમાં [ ૨Iવીન યુગ: ] રાગાદિ ભાવોને કરતો થકો [૨ના] કર્મરૂપી રજથી [ તિથd] લેપાય છે-બંધાય છે.
ટીકા- જેવી રીતે આ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના (અર્થાત્ તેલ આદિ ચીકણા પદાર્થના) મર્દનયુક્ત થયેલો, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે (અર્થાત બહુ રજવાળી છે) એવી ભૂમિમાં રહેલો, શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ (અર્થાત્ શસ્ત્રોના અભ્યાસરૂપી ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, (તે ભૂમિની) રજથી બંધાય છે-લેપાય છે. (ત્યાં વિચારો કે, તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્રવ્યાયામરૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કરણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારનાં કરણોથી રજબંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે. માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું (સિદ્ધ થયું છે કે, જે તે પુરુષમાં સ્નેહમર્દનકરણ (અર્થાત્ તે પુરુષમાં જે તેલ આદિના મર્દનનું કરવું), તે બંધનું કારણ છે. તેવી રીતે-મિથ્યાદષ્ટિ પોતામાં રાગાદિક (-રાગાદિભાવો-) કરતો, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવા લોકમાં કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાય છે. (ત્યાં વિચારો કે, તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુગલોથી ભરેલો છે એવો લોક બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો સિદ્ધો કે જેઓ લોકમાં રહેલા છે તેમને પણ બંધનો પ્રસંગ આવે. કાય-વચન-મનનું કર્મ ( અર્થાત્ કાય-વચન-મનની ક્રિયાસ્વરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com