________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ નમ્ર થઈ નિવેદન કરવા લાગ્યો કે મહારાજ ! હું તો રાજા પાસે કહી આવ્યો છું કે આપને કોઢ નથી; પણ હવે શું? મુનિરાજ કહે શાંત થા ભાઈ ! ધીરો થા.
પછી તો મુનિરાજે ભગવાનની સ્તુતિ ઉપાડી કે-નાથ ! આપનો જન્મ જે નગરીમાં થાય તે નગરી સોનાની થઈ જાય, એના કાંગરા મણિમયરત્નના થઈ જાય, અને આપ
જ્યાં ગર્ભમાં રહ્યા તે માતાનું પેટ સ્ફટિક જેવું નિર્મળ સ્વચ્છ થઈ જાય, તો પ્રભુ! હું આપને મારા અંતરમાં પધરાવું ને આ શરીરમાં કોઢ રહે? આમ સ્તુતિ કરીને કોઢ દૂર થઈ ગયો, શરીર સુવર્ણમય થઈ ગયું. ભાઈ ! એ શરીરની અવસ્થા તો પુણ્યનો યોગ હતો તો જે થવાયોગ્ય હતી તે થઈ. કોઢ મટી ગયો એ કાંઈ ભક્તિના કારણે મટી ગયો એમ નથી. ભક્તિથી કોઢ મટી ગયો એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. એ આ વાદિરાજ મુનિ વૈરાગ્યને દઢ કરતાં કહે છે-પ્રભુ! ચારગતિમાં પરિભ્રમણ કરતાં અનંતકાળમાં જે નરક-નિગોદાદિનાં અપાર અકથ્ય દુઃખ વેઠયાં તેને યાદ કરું છું તો છાતીમાં આયુધના ઘા વાગે તેમ થઈ આવે છે. અહા! આમ વૈરાગ્યને દઢ કરતા થકા મુનિરાજ ઉપયોગને સ્વસ્થ કરી દે છે. જાઓ, આ જ્ઞાનની ક્રિયા-ધર્મની ક્રિયા છે. સમજાણું કાંઈ...?
ભાઈ ! આ તો વખત જાય છે હોં, મનુષ્યભવ ચાલ્યો જાય છે હોં, એમાં આ વીતરાગ સર્વજ્ઞદવે શુદ્ધ જ્ઞતિક્રિયા ને હુનન આદિ ક્રિયાની ભિન્નતા બતાવી છે તે જાણી લેવી જોઈશે. અહા ! જ્ઞતિક્રિયા તો નિર્મળ નિર્દોષ જ્ઞાનસ્વભાવમય વીતરાગી ક્રિયા છે અને હુનન આદિ ક્રિયાઓ તો રાગદ્વેષમય મલિન દોષયુક્ત છે. બન્ને ક્રિયાઓ ભિન્ન છે.
જ્યાં હુનન આદિ ક્રિયાનો ભાવ છે ત્યાં જ્ઞતિક્રિયા નથી અને જ્યાં જ્ઞતિક્રિયાનો ભાવ છે ત્યાં હનન આદિ ક્રિયાનો ભાવ નથી. એકની બીજામાં નાસ્તિ છે. અહીં કહે છે-જ્ઞતિ જ એક જેની ક્રિયા છે એવા આત્માનો અને હુનન આદિ ક્રિયાઓનો જે વિશેષ ભેદ છે તે નહિ જાણવાને લીધે એને ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી જે હુનન આદિ ક્રિયાનું અધ્યવસાન છે તે અજ્ઞાન છે.
અહા ! એ અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે. જુઓ, આ જ્ઞાનની સામે અજ્ઞાન નાખ્યું. વળી તે અધ્યવસાન ભિન્ન આત્માનું અદર્શન હોવાથી મિથ્યાદર્શન છે. પરને મારુંજિવાડું, બંધ-મોક્ષ કરાવું ઈત્યાદિ એવો પરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય હોવાથી તે મિથ્યાદર્શન છે. અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી તે અધ્યવસાન અચારિત્ર છે. અહા ! એકલી રાગની ક્રિયા અનાત્મક્રિયા હોવાથી અચારિત્ર છે, તે કાંઈ ભગવાન આત્માનું આચરણ નથી.
અરેરે! એણે અનંતકાળમાં પોતાની દયા ન કરી ! હું કોણ છું? કેવડો છું? ને કઈ રીતે છું? –એમ પોતાને સ્વરૂપથી જાણ્યો નહિ. અરે ભાઈ ! જેવું પોતાના આત્માનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com