________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૦ ]
[ ૧૮૯ અમારી જે જ્ઞપ્તિક્રિયા-ધર્મની ક્રિયા છે તે અહેતુક છે અર્થાત્ તેનું કોઈ બીજું (વ્યવહારરત્નત્રય કે દેવ-ગુરુ આદિ) કારણ નથી. (એને કારણ કહેવું તે ઉપચાર-માત્ર છે).
અહાહા...! આત્મામાં વર્તમાન જ્ઞતિક્રિયા-ધર્મની ક્રિયા જે થઈ તે સ્વતઃ સત ને અહેતુક છે. એટલે એમાં એનું તત્કાલ કારણ દ્રવ્યને પણ ન લીધું, પણ એનો ઉત્પાદ સ્વતઃ ઉત્પાદથી છે અને તત્કાલીન પર્યાયની યોગ્યતા જ તેનું કારણ છે. સમજાણું કાંઈ....? (ધર્મની ક્રિયાને દ્રવ્યનો-ભગવાન ત્રિકાળીનો-આશ્રય છે એ બીજી વાત છે, પણ ત્રિકાળી દ્રવ્ય એની ઉત્પત્તિનું સીધું કારણ નથી.)
અહા ! આવી જ્ઞતિક્રિયા ધર્મની ક્રિયા એક વીતરાગસ્વભાવમય છે, જ્યારે હુનન આદિ ક્રિયાઓ છે તે તો કેવળ રાગ-દ્વેષમય છે. હવે આ બેની જુદાઈ -ભેદ નહિ જાણવાને લીધે એને ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, પરની એકત્વબુદ્ધિરૂપ જે અધ્યવસાન છે તે અજ્ઞાન છે. અહાહા..! હું પરની દયા પાળી શકું ને પરને દાન દઈ શકું એવો જે અધ્યવસાય છે તે અજ્ઞાનભાવ છે.
હવે માણસને આવી વાત ધર્મની અઘરી પડે એટલે ઓલી બહારની ક્રિયા “પડિક્કમ્મામિ ભંતે.' ઈત્યાદિમાં રાચે અને માને કે થઈ ગયું સામાયિક ને થઈ ગયું પડિકમણ; પણ ધૂળેય થયું નથી સાંભળને એ મારગડા તારા જુદા બાપા! અંદર જ્ઞતિક્રિયા-ધર્મની ક્રિયા વિના ભગવાન! ચોરાસીના અવતાર કરી કરીને અનંતકાળથી તારા સોથા નીકળી ગયા છે. તને ખબર નથી ભાઈ ! પણ એ નરક-તિર્યંચાદિનાં દુ:ખો અત્યારે સાંભરી આવે તો રૂદન આવે અને રૂવાં ઊભાં થઈ જાય એવું છે. જુઓને ! આ વાદિરાજ મુનિ સ્તુતિમાં શું કહે છે?
અહા! મુનિરાજ કહે છે ભગવાન! હું ભૂતકાળમાં નરક અને પશુના જે અનંત અનંત ભવ થયા તેના દુઃખોને યાદ કરું છું તો આયુધની પેઠે છાતીમાં ઘા વાગે તેમ થઈ આવે છે. અહા ! અજ્ઞાની પૈસા, આબરૂ ઈત્યાદિ ભૂતકાળની જહોજલાલીને યાદ કરીને જુવે છે એ તો આર્તધ્યાન હોવાથી એકલું પાપ છે. પણ આ તો જન્મ-જન્મમાં જે દુઃખ થયાં તે યાદ આવતાં ભગવાન! આયુધ જેમ છાતીમાં વાગે તેમ થઈ આવે છે એમ કહીને મુનિરાજ વૈરાગ્યની ભાવના દઢ કરે છે. અહા! મુનિરાજ આમ વૈરાગ્યને દઢ કરીને સ્વરૂપમાં અંતર્લીન થઈ જાય છે, ધ્યાનારૂઢ થઈ જાય છે. આ ધર્મની ક્રિયા છે.
આ વાદિરાજ મુનિરાજને શરીરે કોઢ નીકળ્યા હતા. રાજાના દરબારમાં ચર્ચા થઈ કે મુનિરાજને કોઢ છે. તો ત્યાં કોઈ શ્રદ્ધાળુ શ્રાવક હતો તેણે કહ્યું કે અમારા મુનિ નીરોગી છે, કોઢ રહિત છે. પછી તો તે શ્રાવક મુનિરાજ પાસે આવ્યો ને ખૂબ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com