________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ * ગાથા ૨૬૮ - ૨૬૯ : ગાથાર્થ ઉપરનું પ્રવચન * તિર્યચ, નારક, દેવ, માનવ, પુણ્યપા૫ વિવિધ જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી.' જોયું? આમાં ચાર ગતિ ભેગા પુણ્ય-પાપના ભાવ, શુભ-અશુભ ભાવ પણ નાખ્યા. ખરેખર તો પોતે સ્વને જાણે, સ્વપ્રકાશી થાય ત્યારે, પુણ્ય-પાપ આદિ બધાયને જાણે એવો એનો પરપ્રકાશક સ્વભાવ છે. પરંતુ એના વગર (સ્વને પ્રકાશ્યા વગર) કેવળ પરપ્રકાશક સૌને જાણે છે પણ તે યથાર્થ નથી. ખરેખર તો જ્યારે આત્માના સ્વપ્રકાશનું-શુદ્ધ ચૈતન્યપ્રકાશનું એને ભાન થયું ત્યારે રાગાદિ (પુણ્ય-પાપ આદિ) જે છે તે વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે. છે તો આમ; એને બદલે તે (-રાગાદિ) કરેલો પ્રયોજનવાન છે એમ અજ્ઞાની માને છે. અનેક પ્રકારના શુભ-અશુભભાવને કરું, પુણ્યભાવ કરું, પાપભાવ કર, આ કરું ને તે કરું એમ કરવાના મિથ્યા અહંકાર વડે તે સર્વરૂપ પોતાને કરે છે. અહો ! આ તો ગજબ શૈલીથી વાત છે. અહા ! શું સમયસાર! ને શું એની શૈલી !!
તે જ પ્રમાણે મિથ્યા અધ્યવસાયથી, ધર્મ, અધર્મ આદિ જે છ દ્રવ્યો છે તે સર્વરૂપ પોતાને તે કરે છે. અહીં ગાથામાં ધર્મ, અધર્મ એટલે પુણ્ય-પાપની વાત નથી, પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યોની વાત છે. “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર” માં (ગાથા ૪૦૪માં) “ધરમાધરમ, દીક્ષા વળી.' એમ આવે છે ત્યાં ધર્મ, અધર્મ એટલે પુણ્ય-પાપ જ્ઞાન છે, આત્મા છે–એમ વાત આવે છે. એ તો ત્યાં આત્માના અસ્તિત્વમાં જેટલું જેટલું જેટલું છે તે બધું સિદ્ધ કરવું છે. એમ કે શુભ-અશુભ ભાવ પણ પોતાના (પર્યાયરૂપ) અસ્તિત્વમાં છે, એ કાંઈ પરના અસ્તિત્વમાં નથી એમ ત્યાં સિદ્ધ કરવું છે. આવી વાત છે બાપુ !
હવે આખો દિ' એનું ચિત્ત વેપાર-ધંધામાં, બાયડી-છોકરામાં ને ખાવા-પીવા ને ઊંઘવામાં રોકાયેલું રહે તેમાં માંડ એકાદ કલાક સાંભળવા મળે; એમાંય પાછી આવી (નિર્ભેળ) વાત સમજાય નહિ એટલે કહે કે-દયા પાળો, વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ કરો એવું કહો તો કંઈક સમજાય. પણ ભાઈ ! એ કરવાનો તારો જે ભાવ છે તે મિથ્યાત્વ છે.
અહાહા...! ભાઈ ! તું પ્રજ્ઞાબ્રહ્મ છો ને? તું જ્ઞાનસ્વરૂપ છો ને પ્રભુ? અહાહા...! આત્મા એકલું જ્ઞાનનું દળ છે. તે જ્ઞાન કરે, પર્યાયમાં સર્વને જાણે-એમ ન માનતાં સર્વને હું કરું છું એમ માને છે તે મિથ્થાબુદ્ધિ છે ભાઈ ! આ પુણ્યના ભાવ મારા, પાપના ભાવ મારા, આ સ્ત્રી-પુત્ર-પરિવાર સૌ મારાં એમ તું માને પણ એ બધાં તારાં કયાંથી થયાં બાપા? એ તો બધાં તારા પર પ્રકાશનો (પરપ્રકાશી જ્ઞાનનો)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com