________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૬૭
कुतो नाध्यवसानं स्वार्थक्रियाकारीति चेत्अज्झवसाणणिमित्तं जीवा बज्झंति कम्मणा जदि हि। मुच्चंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुम।। २६७।।
अध्यवसाननिमित्तं जीवा बध्यन्ते कर्मणा यदि हि।
मुच्यन्ते मोक्षमार्गे स्थिताश्च तत् किं करोषि त्वम्।। २६७।। હવે પૂછે છે કે અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે નથી? તેનો ઉત્તર કહે છે:
સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં
ને મોક્ષમાર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા? ૨૬૭. ગાથાર્થ - હે ભાઈ ! [ ઃિ દિ] જો ખરેખર [ ધ્યવસાનનિમિત્ત] અધ્યવસાનના નિમિત્તે [નીવા: ] જીવો [ વર્મા વધ્યન્ત ] કર્મથી બંધાય છે [૨] અને [ મોક્ષમા સ્થિતી:] મોક્ષમાર્ગમાં સ્થિત [મુવ્યન્ત] મુકાય છે, [1] તો [ત્વમ્ વિરું રોfs] તું શું કરે છે? (તારો તો બાંધવા-છોડવાનો અભિપ્રાય વિફળ ગયો.)
ટીકાઃ- “હું બંધાવું છું, મુકાવું છું” એવું જે અધ્યવસાન છે તેની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા, મૂકવા (–મૂકત કરવા, છોડવા) તે છે. પરંતુ જીવ તો, આ અધ્યવસાયનો સદ્દભાવ હોવા છતાં પણ, પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી નથી બંધાતો, નથી મુકાતો; અને પોતાના સરાગ-વીતરાગ પરિણામના સદ્દભાવથી, તે અધ્યવસાયનો અભાવ હોવા છતાં પણ, બંધાય છે, મુકાય છે. માટે પરમાં અકિંચિત્થર હોવાથી (અર્થાત્ કાંઈ નહિ કરી શકતું હોવાથી) આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી; અને તેથી મિથ્યા જ છે. આવો ભાવ (આશય ) છે.
ભાવાર્થ:- જે હેત કાંઈ પણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે. આ બાંધવાછોડવાનું અધ્યવસાન પણ પરમાં કાંઈ કરતું નથી, કારણ કે તે અધ્યવસાન ન હોય તોપણ જીવ પોતાના સરાગ-વીતરાગ પરિણામથી બંધ-મોક્ષને પામે છે, અને તે અધ્યવસાન હોય તોપણ પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધ-મોક્ષને નથી પામતો. આ રીતે અધ્યવસાન પરમાં અકિંચિત્થર હોવાથી સ્વ-અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે.
હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com