________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૬૬ ]
[ ૧૪૯ પરિણામ, પરને દુ:ખી–સુખી કરવાના પરિણામ-એ બધા અધ્યવસાન મિથ્યા છે. કેમ? કેમકે પર ભાવનો પરમાં વ્યાપાર હોતો નથી તેથી તે પોતાની અર્થક્રિયા કરનારા નથી. અહા! પરિણામનું જે પ્રયોજન છે તે તે પરિણામ સિદ્ધ કરી શકતા નથી. અર્થાત્ પરને જિવાડવાના પરિણામવાળો પરને જિવાડવાની ક્રિયા કરી શકતો નથી, પરને મારવાના પરિણામવાળો પરને મારવાની ક્રિયા કરી શકતો નથી, પરને બંધાવા-મૂકાવાના પરિણામ પરમાં કાંઈ કરી શકતા નથી. અહાહા..! પરભાવનો પરમાં વ્યાપાર થવો જ શક્ય નથી. તેથી તે સઘળા અધ્યવસાન મિથ્યા જ છે. કોની જેમ ? તો કહે છે
“આકાશના ફૂલને ચૂંટું છું” એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે. અહા ! આકાશને ફૂલ હોય જ નહિ તેથી આકાશના ફૂલને ચૂંટું છું એવો ભાવ જેમ મિથ્યા છે, જુઠો છે તેમ આને પરને મારવા-જિવાડવાના, બંધ-મોક્ષ કરવાના ને દુઃખી-સુખી કરવાના અધ્યવસાય તદ્દન મિથ્યા છે, જૂઠા છે. તેથી પરની ક્રિયા હું કરી શકું છું એવો જે અભિપ્રાય છે તે મિથ્યાત્વ છે, કેવળ પોતાના અનર્થને માટે જ છે.
ભગવાન ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવે પ્રરૂપેલા સત્ય સિદ્ધાંતને અહીં સિદ્ધ કરે છે કેપરજીવના પ્રાણને હું હુરી શકું, કે પર જીવના પ્રાણની હું રક્ષા કરી શકું, વા બીજાના બંધ-મોક્ષને હું કરી શકું ઈત્યાદિ જે અભિપ્રાય છે તે મિથ્યાત્વ છે, કેમકે તે અભિપ્રાય પોતાનું જે પ્રયોજન છે તે સિદ્ધ કરી શકતો નથી. પરભાવનો પરમાં વ્યાપાર થવો અશક્ય છે તેથી પરને મારવા-જિવાડવા આદિના જે ભાવ છે તે પોતાની અર્થક્રિયા કરી શકતા નથી માટે તે ભાવ મિથ્યા છે, અને તેવો અભિપ્રાય મિથ્યાત્વ છે. ભજનમાં આવે છે ને કે
વૈશ્નવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે;
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.' અહીં કહે છે- પરની પીડા કોઈ બીજાં ટાળી શકતું જ નથી. કોઈને એવો વિકલ્પ આવે એ બીજી વાત છે, પણ એ વિકલ્પ બીજાની પીડા હરવા માટે સમર્થ નથી. તેથી બીજાની પીડા હરી શકું છું એવો અભિપ્રાય મિથ્યાત્વ છે. સૂક્ષ્મ વાત છે ભગવાન !
બીજા જીવને હું કર્મબંધ કરાવું કે એને કર્મથી મૂકાવી દઉં ઇત્યાદિ અભિપ્રાય જેને છે તે મિથ્યાદષ્ટિ છે. અહાહા...! બીજા જીવને હું એવા પરિણામ કરાવું કે તે કર્મથી બંધાય ને સંસારમાં રઝળી મરે,-અહીં કહે છે-એ પરિણામ તારા મિથ્યા છે, કેમકે પરજીવ પોતાના અજ્ઞાનવશ રાગ-દ્વેષથી બંધાય છે; તેમાં તું શું કરે છે? કાંઈ નહિ. તારા પર બંધાવાના પરિણામ બીજાને બંધ કરાવી શકતા નથી. તેવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com