________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ ]
યન રત્નાકર ભાગ-૮ અહીં ભરતમાં લવાય નહિ, જાગલિયાં દારૂ, માંસ સેવે નહિ અને મરીને નરકે જાય નહિ. અહા! બીજાને બીજો કોઈ બંધાવી દે એ અધ્યવસાય જ જૂઠો છે.
આવી તો બધી કલ્પિત વાતો ત્યાં (શ્વેતાંબરમાં) ઘણી છે. ભગવાન મહાવીર ૮૨ દિવસ બ્રાહ્મણીની કુખે ગર્ભમાં રહ્યા, પછી દેવે આવીને તેને (–ગર્ભને) ત્રિશલા માતાને કુખે મૂકયા. લ્યો, આવી કલ્પિત વાત! અહા! ભગવાનનું ગર્ભકલ્યાણક બીજે ને જન્મકલ્યાણક બીજે ઉજવાય એમ કદી બની શકે નહિ. ભગવાન બ્રાહ્મણીને ત્યાં ગર્ભમાં આવ્યા અને જમ્યા શ્રી ત્રિશલા ક્ષત્રિયાણીને ત્યાં એમ બની શકે નહિ. આવું ખોટું બધું હુલાવ્યે રાખે ! અહા ! આમાં બીજાને દુઃખ લાગે પણ ભાઈ ! શું થાય ? માર્ગ તો વીતરાગનો દિગંબર આચાર્યોએ બતાવેલ છે તે સનાતન સત્યાર્થ છે.
અહીં કહે છે–તું બીજાને માંસ-દારૂ ખવડાવીને પાપમાં નાખી દે, નરકમાં નાખી દે એમ કદી બની શકતું નથી. અહા ! તું એને પરાણે માંસ ખવડાવી દે, એના મોઢામાં નાખી દે તો તેથી શું? એને તો તે વિષ્ટા સમાન છે. તું ભલે તારા દુષ્ટ પરિણામ કરે, પણ એને
ક્યાં માંસ ખાવાના પરિણામ છે? માટે તેને પાપ બંધાય એમ છે જ નહિ. દામનગરમાં આ બનેલી વાત છે કે એક માણસને રોગ હતો તો એને બહુ ઉલટી થઈ. ઉલટી થતાં થતાં વિષ્ટાનો આખો ગાંગડો મોંઢામાં આવ્યો તો શું એને એમાં મીઠાશ-રુચિ છે? જરાય નહિ. એમ કોઈ પરાણે કોઈને માંસ ખવડાવે માટે એના પરિણામ બગડી જાય એમ છે નહિ. ભાઈ ! “હું પરને બંધાવી દઉં, એના પરિણામ ફેરવી દઉં” એમ તું અધ્યવસાય કરે પણ પરમાં એમ બની શકતું નથી, કેમકે પરના પરિણામ કરનારો પર પોતે છે. અહા ! મારા શરણે આવે એનો મોક્ષ કરી દઉં, એને ધર્મ પમાડી દઉં' એવો અભિપ્રાય મિથ્યા અધ્યવસાન છે એમ કહે છે.
પ્રશ્ન:- તો ઉપદેશ દઈને શ્રીગુરુ ધર્મ પમાડ છે ને?
ઉત્તર- એમ છે નહિ. એ તો પોતે સ્વાશ્રયે ધર્મ પામે છે તો શ્રીગુરુએ ધર્મ પમાડયો એમ નિમિત્તથી કહેવાય છે; બાકી પમાડે કોણ ? ઉપદેશના વિકલ્પને કાળે વાણી આવે, ત્યાં “બીજા ધર્મ પામો” એવો શ્રીગુરુનો વિકલ્પ છે, પણ એનાથી બીજાને ધર્મલાભ થાય એમ વસ્તુસ્થિતિ નથી. ધર્મ તો તે પોતાના સ્વના આશ્રયે જ્યારે પરિણમે ત્યારે જ થાય. આ વસ્તુસ્થિતિ છે.
નમુત્થણ” માં આવે છે ને? કે તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાયું, બોહિયાણ, મુત્તાણે મોયગાણું ભાઈ ! આ તીર્થકર ભગવાનની સ્તુતિ છે એટલે વ્યવહારથી નિમિત્તનું જ્ઞાન કરાવવાનું ત્યાં પ્રયોજન છે, બાકી ભગવાન કોઈને તારી દે છે, મુક્ત કરી દે છે, મોક્ષ કરી દે છે એમ છે નહિ. સમજાણું કાંઈ...?
અહાહા....! પરને બંધાવા-મૂકાવાના પરિણામ, પરને મારવા જિવાડવાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com