________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૬૫ ]
[ ૧૩૭ સ્વવસ્તુ ત્રિકાળી આત્મા છે તે મોક્ષનું કારણ નથી એમ વિશેષ કહે છે. પરાશ્રિત અને સ્વાશ્રિત જે પરિણામ છે તે પરિણામ જ અનુક્રમે બંધ-મોક્ષનું કારણ છે.
દ્રવ્ય-ત્રિકાળી ધ્રુવ વસ્તુ એ મોક્ષનું કારણ નથી. એ ત્રિકાળી ધ્રુવ ઉપાદાન વ્યવહાર છે.
તો કોઈ વળી કહે છે-દ્રવ્ય ત્રિકાળી ઉપાદાન છે તેમાં અનેક પ્રકારની યોગ્યતાઓ છે, અને જે સમયે જેવું નિમિત્ત આવે તેવી પર્યાય એમાં થાય છે. (એમ કે નિમિત્ત અનુસાર દ્રવ્ય-યોગ્યતા પરિણમી જાય છે.)
પણ ભાઈ ! આ વાત બરાબર નથી; કેમકે દ્રવ્ય તો વ્યવહાર ઉપાદાનકારણ છે, નિશ્ચય ઉપાદાન તો વર્તમાન પર્યાય છે. વસ્તુના ઉપાદાનના બે ભેદ કહ્યા છે. અષ્ટસહસ્ત્રીના ૫૮ મા શ્લોકની ટીકા પૃ. ૨૧૦ નો આધાર ચિદ્વિલાસમાં “કારણ-કાર્યભાવ અધિકાર'માં પૃ. ૩૬માં આપેલ છે કે-પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ (-શક્તિ) શાશ્વત (ધ્રુવ) ઉપાદાન છે. ધ્રુવને ઉપાદાન કહ્યું એ તો એની શક્તિ છે તે વ્યવહાર સિદ્ધ કર્યો, પણ પ્રગટ પર્યાયમાં જે નિર્મળ દશા પ્રગટ થાય તે ક્ષણિક ઉપાદાન-વર્તમાન ઉપાદાન છે તે યથાર્થ નિશ્ચય છે. તે ક્ષણિક ઉપાદાન અર્થાત વર્તમાન પર્યાયની તે સમયે યોગ્યતા જે હોય તે જ પ્રમાણે પર્યાય-કાર્ય થાય. વર્તમાન પર્યાય નિમિત્તના આધારે તો નહિ પણ દ્રવ્યના ત્રિકાળી ધ્રુવ ઉપાદાનના આધારે પણ થતી નથી.
આ વાત દષ્ટાંતથી જોઈએ
જેમકે પરમાણુમાં તીખાશ થવાની ત્રિકાળી યોગ્યતા-શક્તિ છે તે ત્રિકાળી ઉપાદાન છે; પણ એ તો વ્યવહાર બાપુ! લીંડીપીપરના પરમાણુમાં તીખાશ છે તે વર્તમાન ઉપાદાને પ્રગટ છે. એ વર્તમાન યોગ્યતા તે નિશ્ચય છે. પરમાણુમાં ત્રિકાળ યોગ્યતા તો છે, પણ તે પથ્થર વગેરેના પરમાણુમાં વર્તમાન તીખાશ પ્રગટ થવાનું કારણ છે? નથી. લીંડીપીપરના પરમાણુને તે છે. તેથી જેની વર્તમાન પર્યાયમાં તીખા રસની શક્તિ પ્રગટ છે તે ક્ષણિક ઉપાદાનને જ ખરેખર નિશ્ચય ઉપાદાનકારણ કહેવાય છે.
અહીં કહે છે-બંધનું કારણ જે અધ્યવસાન તેના પ્રતિષેધ અર્થે અધ્યવસાનને આશ્રયભૂત બાહ્યવસ્તુનો પ્રતિષેધ છે, કેમકે કારણના પ્રતિષેધથી કાર્યનો પ્રતિષધ થાય છે.
મિથ્યાત્વના પરિણામ એ કાર્ય અને એનું કારણ (-નિમિત્ત) આશ્રયભૂત પરવસ્તુ કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર આદિ,-એને અહીં છોડવાનું કહ્યું, કેમકે મિથ્યાત્વના પરિણામ એના આશ્રયે થાય છે. મિથ્યાત્વને છોડાવવા એના આશ્રયભૂત પદાર્થોને છોડવાનું કહ્યું છે. એ પદાર્થો બંધનું કારણ છે એમ નહિ, બંધનું કારણ તો મિથ્યાત્વ જ છે, પણ એ મિથ્યાત્વના પરિણામ એ પદાર્થોના આશ્રયે ઉપજે છે. માટે બાહ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com