________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ પડશે અને સમજીને તેનો આશ્રય કરવો પડશે, એ વિના બીજી કોઈ રીતે ધર્મ નહિ થાય. અહો ! લોકોના પરમ ભાગ્ય છે કે ભગવાનનો વિરહ પડ્યો પણ આ વાણી રહી ગઈ. અહાહા...! સંતોએ શું કામ કર્યું છે!
કહે છે-આ ટીકા છે તે મેં (અમૃતચંદ્ર ) કરી નથી, ટીકા તો શબ્દોથી થઈ છે. અને એ કાળમાં આ જે ટીકાનો વિકલ્પ ઉઠયો છે તે પણ મારી ચીજ નથી. એમાં એકત્વબુદ્ધિ નથી ને? તો કહે છે કે પરના આશ્રયે નીપજેલા પરિણામ મારા નથી, કેમકે હું તો સ્વરૂપગુપ્ત છું, સ્વના આશ્રયમાં છું. અહાહા..! જુઓ તો ખરા! કેવી સંતોની નિર્માન દશા !
ત્યારે કોઈ વળી કહે છે- એ તો આચાર્યે પોતાની લઘુતા બતાવવા એમ કહ્યું છે.
પણ ભાઈ ! એમ નથી હોં. વાસ્તવમાં આત્મા ટીકા (પરદ્રવ્યની ક્રિયા) કરી શકતો જ નથી; તથા પરના આશ્રયે વિકલ્પ થાય તેના કર્તા-સ્વામી ધર્મી પુરુષ થાય જ નહિ. આ સત્ય વાત છે ને તે જેમ છે તેમ આચાર્યદવે કહી છે, એકલી લઘુતા બતાવવા માટે કહ્યું છે એમ નથી. અહા ! માઈવગુણના માલિક પરની ક્રિયાના કર્તા કેમ થાય? ત્યાં કળશટીકામાં “અભિમાન કરતા નથી” એમ લખાણ છે તેનો અર્થ જ એ છે કે કર્તાપણાનું અભિમાન નથી. “કરી શકું છું' પણ લઘુતા બતાવવા અભિમાન કરતો નથી એમ અર્થ નથી. (પરનું) “કરી શકતો જ નથી' એમ બતાવવા “અભિમાન કરતા નથી ” એમ કહ્યું છે.
' અરે! તારી જ્ઞાનાનંદની લક્ષ્મી તને લક્ષમાં ન આવે અને પરચીજના લક્ષમાં તું દોરાઈ જાય છે તો શું થાય? તે વડ તને બંધ જ થાય, સંસાર જ મળે. ચાહે તો પૂજાભક્તિના ભાવ હો, પણ તેમાં એકત્વબુદ્ધિના પરિણામથી બંધ જ થાય. એકત્વબુદ્ધિરહિત ભક્તિ-પૂજાના ભાવ હોય તે અસ્થિરતાના પરિણામની મુખ્યતાથી જોઈએ તો તે ભાવ પણ (અલ્પ) બંધનું કારણ છે. ધર્મીને એવા પસન્મુખતાના પરિણામ થાય છે પણ તેમાં એકત્વબુદ્ધિ નથી તેથી તે નિર્જરાનું કારણ છે એમ કહ્યું છે. ધર્મીને સ્વના આશ્રયનું જોર છે તેથી પરના આશ્રયે થયેલા પરિણામ ( નિઃસંતાન) છૂટી જવા માટે છે એ અપેક્ષાએ તેને નિર્જરાનું કારણ કહ્યું છે. આમાં તો ઘણા બધા ન્યાય ભર્યા છે.
અહીં પરનો આશ્રય અને સ્વનો આશ્રય એમ બે વાત છે. તેમાં પરના આશ્રયે જે એકત્વબુદ્ધિથી પરિણામ થાય તેને બંધ કહ્યો, બંધનું કારણ કહ્યું. અને સ્વ-ભાવ અંદર જે શુદ્ધ ચૈતન્યરસ-જ્ઞાનાનંદરસથી પરિપૂર્ણ એવું ધ્રુવ તત્ત્વ એના આશ્રયે મોક્ષ કહ્યો, મોક્ષનું કારણ કહ્યું. અહીં આ બે ચોખ્ખા ભાગ પાડવા છે કે સ્વના આશ્રયે મોક્ષ ને પરના આશ્રયે બંધ. વળી ત્યાં પરચીજ છે તે બંધનું કારણ નથી અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com