________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૬૫ ]
[ ૧૩૩ આશ્રય તો વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર છે. એ તો પરવસ્તુ છે અને તેના આશ્રયે થતો શુભભાવ પુણ્યબંધનું કારણ છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પુણ્યબંધનાં કારણ નથી પણ તેના આશ્રયે થતો શુભભાવ-વ્યવહારરત્નત્રયના પરિણામ-પુણ્યબંધનું કારણ છે. જ્યારે નિશ્ચયરત્નત્રયના-ધર્મના પરિણામને તો ત્રિકાળી એક જ્ઞાયકવસ્તુનો આશ્રય હોય છે. ૧૧ મી ગાથામાં આવ્યું ને કે
'भूदत्थमस्सिदो खलु सम्मादिठ्ठी हवदि जीवो' સમ્યગ્દર્શનમાં તો ભૂતાર્થ જે અખંડ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ આત્મા તે એક જ આશ્રય કરવા યોગ્ય છે. અહા! ધર્મને ત્રિકાળી એક સત્યાર્થ ચિદાનંદઘન પ્રભુ આત્માનો જ આશ્રય હોય છે. ( વ્યવહારરત્નત્રયનો નહિ ).
અહાહા...! જેમ મોક્ષના પરિણામ અખંડ એક ત્રિકાળી ધ્રુવ વિજ્ઞાનઘન પ્રભુ આત્માના આશ્રયે થાય છે તેમ બંધના-વિકારના પરિણામ-હિંસા જૂઠ આદિના ને દયા, દાન, ભક્તિ આદિના પરિણામ-પદ્રવ્યના આશ્રયે થાય છે. આ ભગવાનની ભક્તિપૂજાનો શુભભાવ થાય તો તેને આશ્રય ભગવાનના બિંબનો-જિનબિંબનો હોય છે. ત્યાં જિનબિંબ બંધનું કારણ નથી, બંધનું કારણ તો એનો શુભભાવ છે. અહીં મિથ્યાત્વસહિતની વાત છે. જુઓ, કોઈ દસ-વીસ લાખ ખર્ચીને મંદિર બનાવે અને એમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવે. હવે એમાં મંદિર આદિ બને એ તો પરની ક્રિયા છે અને એને જે શુભભાવ થયો તેને એ મંદિરનો પરચીજનો આશ્રય છે, તોપણ એ મંદિરના કારણે એને શુભભાવ થયો છે એમ નથી, તથા એ શુભભાવ બાહ્યવસ્તુ જે મંદિર એના આશ્રય વિના થયો છે એમ પણ નથી; વળી એ શુભભાવ જેના આશ્રયે થયા છે એ મંદિર અને પુણ્યબંધનું કારણ નથી પણ શુભભાવ જ બંધનું કારણ છે.
અહા ! આવો વીતરાગનો મારગ ! સમજવો કઠણ પડે, પણ ધીમે ધીમે સમજવો ભાઈ ! અહા ! આવી યથાર્થ સમજણ જ્યાં નથી અર્થાત્ જ્યાં જૂઠી-વિપરીત સમજણ છે ત્યાં ગમે તેટલાં દયા, દાન, વ્રત, ભક્તિ કરે એ સર્વ બંધનું જ કારણ છે; એમાં ધર્મનું કોઈ કારણ નથી. અહા ! બંધના કારણરૂપ આને ભાવ છે, પણ ભાવનો આશ્રય (બાહ્યવસ્તુ) એ બંધનું કારણ નથી. છતાં એ ભાવ બાહ્ય આશ્રય વિના થતા નથી. (પદ્રવ્યના) આશ્રય વિના પરિણામ (વિભાવ) થતા નથી માટે આશ્રયભૂત વસ્તુ બંધનું કારણ છે એમ નથી; અને આશ્રય વિના પરિણામ થતા નથી માટે આશ્રયભૂત વસ્તુથી પરિણામ થાય છે એમેય નથી. અહો ! આ તો ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માએ કહેલા તત્ત્વને સિદ્ધ કરવાની કોઈ અલૌકિક યુક્તિ-ન્યાયનો માર્ગ છે!
ધર્મીને સ્વદ્રવ્યનો આશ્રય વર્તે છે. તેની મુખ્યતામાં કિંચિત્ પરદ્રવ્યના આશ્રયે થતા પરિણામને ગૌણ કરી દીધા છે. અહીં એકત્વબુદ્ધિ લેવી છે ને? જેણે સ્વદ્રવ્યમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com