________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર ]
યન રત્નાકર ભાગ-૮ પણ “હું વંધ્યાસુતને હણું છું' એવો અધ્યવસાય ઉપજવો જોઈએ. પણ એવો અધ્યવસાય સંભવિત જ નથી, કેમકે વંધ્યાને પુત્ર જ ન હોય તો હું એને હણું છું' એવો અધ્યવસાય પણ ક્યાંથી ઉપજે? ન ઉપજે. જુઓ, અહીં અધ્યવસાયને બાહ્યવસ્તુનો આશ્રય સિદ્ધ કરે છે. એમ કે “વીરજનનીના પુત્રને હણું છું” એવો અધ્યવસાય તો થાય કેમકે વીરજનનીના પુત્રની હયાતી છે; પણ “હું વંધ્યાપુત્રને હણું છું' એવો અધ્યવસાય ઉપજે? ન ઉપજે, કેમકે વંધ્યાપુત્રનું હોવાપણું જ નથી ત્યાં એને હણવાનો અધ્યવસાય ક્યાંથી ઉપજે? (કોઈ રીતે ન ઉપજે). હવે સિદ્ધાંત કહે છે કે
માટે એવો નિયમ છે કે (બાહ્યવસ્તુરૂપ) આશ્રય વિના અધ્યવસાન હોતું નથી.'
આ અંદર આસવ-બંધના જે પરિણામ થાય છે તે પરના આશ્રય વિના થતા નથી એમ કહે છે. શું કહ્યું? કે બાહ્યવસ્તુનો આશ્રય પામ્યા વિના મોહ-રાગ-દ્વેષરૂપ અધ્યવસાન ઉપજતું નથી. ઝીણી વાત ભાઈ ! એ બાહ્યવસ્તુની હયાતી છે એનાથી અધ્યવસાન થાય છે એમ નહિ, પણ પરવસ્તુનો આશ્રય પામ્યા વિના અધ્યવસાન ઉપજતું નથી એમ વાત છે. (બેમાં બહુ ફરક છે ). હવે કહે છે
અને તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત એવી જે બાહ્યવસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે, કેમકે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ થાય છે.”
બાહ્યવસ્તુ અધ્યવસાનને આશ્રયભૂત છે. તેથી અધ્યવસાનનો ત્યાગ કરાવવા અર્થે બાહ્યવસ્તુનો ત્યાગ કહેવામાં આવ્યો છે. આમાંથી કોઈ લોકો એમ કાઢે છે કે-જુઓ, બાહ્યનો ત્યાગ કરે ત્યારે એના પરિણામ સારા (નિર્મળ) થાય; પણ એ બરાબર નથી, એમ છે નહિ. અહીં તો “બહારની વસ્તુનો ત્યાગ કરો”, “એનો પ્રસંગ કરો” એમ કહીને તેના આશ્રયે ઉપજતા અધ્યવસાનનો ત્યાગ કરાવવો છે. અહા ! એને પરનો આશ્રય છોડાવીને સ્વના આશ્રયમાં લઈ જવો છે. હવે કોઈ સ્વનો આશ્રય તો કરે નહિ અને બહારથી સ્ત્રી-કુટુંબ, ઘરબાર, વસ્ત્ર આદિનો ત્યાગ કરી દે તો તે શું કામ આવે? કાંઈ જ નહિ; કેમકે પરાશ્રય તો એને ઊભો જ છે, પરના આશ્રયે જન્મતા મિથ્યા અધ્યવસાય તો ઊભા જ છે.
અહા! જેમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે થાય તેમ વિકારના પરિણામ પરદ્રવ્યના આશ્રયે થાય છે. અહા! કેવી સીધી સ્પષ્ટ વાત !
તોપણ કોઈ લોકો કહે છે-વ્યવહારરત્નત્રયના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે પ્રગટે છે.
અરે પ્રભુ! તું શું કહે છે આ? વ્યવહારરત્નત્રયના પરિણામ જે છે તેનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com