________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથા અધિકારમાં આવે છે કે- “મિથ્યાદર્શન વડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ થતાં તેને પણ પોતાની માને છે. પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, હાથી, ઘોડા, મંદિર અને નોકર-ચાકર આદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે, સદાકાળ પોતાને આધીન નથી–એમ પોતાને જણાય તોપણ તેમાં મમકાર કરે છે.” જુઓ, પ્રત્યક્ષ ભિન્ન ચીજમાં મમકાર, અહંકાર કરવો એ મિથ્યાદર્શન છે.
અહીં અપરિગ્રહમાં ધનાદિનું દાન કરવાનો ભાવ શુભભાવ છે, અને ત્યાં ધનાદિની જવાની ક્રિયા જે થાય છે તે તો પરની ક્રિયા છે છતાં તેને હું કરું છું ને તત્સંબંધી જે શુભભાવ છે તે પણ મારું કર્તવ્ય છે એમ જે અહંકાર ને મમકાર કરે છે તે પુણ્યબંધનું કારણ છે.
પં. શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં શાસ્ત્રોનાં ગંભીર રહસ્યો ખોલ્યાં છે, બહુ ખુલાસા કર્યા છે. કોઈને તે સારા ન લાગે એટલે “અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા છે” એમ કહે, પણ બાપુ! એ અત્યારે હાલશે, પણ અંદર તને નુકશાન થશે. મિથ્યા માન્યતાનાં ને અસત્ય સેવનનાં ફળ બહુ આકરાં છે ભાઈ ! મિથ્યાત્વના ગર્ભમાં નર્કનિગોદનાં અતિ તીવ્ર દુઃખો પડેલાં છે; કેમકે મિથ્યાત્વ જ આસ્રવ અને બંધનું કારણ છે. મિથ્યા અધ્યવસાય એક જ અનંત સંસારનું કારણ છે એમ અહીં મુખ્યપણે વાત છે. એ જ કહે છે
આ રીતે પાંચ પાપોમાં (અવ્રતોમાં) અધ્યવસાય કરવામાં આવે છે તે પાપબંધનું કારણ છે અને પાંચ (એકદેશ કે સર્વદશ) વ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે છે તે પુણ્યબંધનું કારણ છે. પાપ અને પુણ્ય બંનેના બંધનમાં અધ્યવસાય જ એકમાત્ર બંધકારણ છે.'
અહીં એકદેશ એટલે શ્રાવકને પાંચ અણુવ્રતોમાં અને સર્વદશ એટલે મુનિને પાંચ મહાવ્રતોમાં જે અધ્યવસાય કરવામાં આવે છે કે એ રાગની ને પરની ક્રિયા મારી છે તે જ પુણ્યબંધનું કારણ છે. અહીં એકત્વબુદ્ધિની વાત લેવી છે ને? એટલે પાપ અને પુણ્ય બન્નેમાં બંધનમાં એકત્વબુદ્ધિ-અધ્યવસાય જ એકમાત્ર બંધનું કારણ છે.
[ પ્રવચન નં. ૩૧૮
*
દિનાંક ૧૩-ર-૭૭]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com