________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ર૬૦-ર૬૧ ]
[ ૧૦૭ અહા ! કોઈ લાખો-કરોડોના ખર્ચે મંદિર બંધાવે ને તેમાં ભગવાનની પ્રતિમા સ્થાપના કરે તે શુભભાવ છે, એનાથી પુણ્યબંધ થાય; અશુભથી બચવા એવો શુભભાવ હોય છે, પણ એનાથી કોઈ ધર્મ થવો માની લે, વા એનાથી જન્મ -મરણરહિત થવાશે એમ માની લે તો તે મિથ્યા છે.
પણ એ (મંદિર વગેરે) ધર્મનું સાધન તો છે ને?
ધુળમાંય સાધન નથી, સાંભળને. એ તો રાગનું સાધન છે, શુભરાગનું બાહ્ય નિમિત્ત છે. એનાથી પોતાનું કલ્યાણ થશે એમ કોઈ માને તો એ વાતમાં કાંઈ માલ નથી. સમજાણું કાંઈ....?
અહીં કહે છે-“મિથ્યાષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે એમ બરાબર નક્કી કરવું.”
જોયું? મિથ્યા નામ અસત્ય દષ્ટિ છે જેને તેને અજ્ઞાનથી જન્મતો જે આ રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. ભગવાન આત્મા તો શુદ્ધ ચિન્માત્ર વસ્તુ છે; તેમાં રાગ-વિકાર છે નહિ. છતાં રાગ-વિકાર સાથે એકપણું માનવું તે અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે અને તે જ કહે છે, બંધનું કારણ છે. એમ નક્કી કરવું. (આ સામાન્ય કથન કર્યું)
હવે વિશેષ કહે છે- “અને પુણ્ય-પાપપણે બંધનું બે-પણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો,.....”
અહાહા.......! કહે છે- પુણ્ય-પાપરૂપ બંધમાં બેમાં કારણનો ભેદ ન પાડવો. એમ ન માનવું કે પુણ્યબંધનું કારણ બીજાં છે અને પાપબંધનું કારણ કોઈબીજાં છે. અહાહા..! ભગવાન આત્મસ્વભાવમાંથી તો રાગની ઉત્પત્તિ થતી નથી. પણ આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય એ એક જ શુભાશુભ બંધનું કારણ છે એમ કહે છે.
' અરે! અનાદિકાળના પરિભ્રમણમાં એણે કોઈ દિ, સત્ય સાંભળ્યું નથી ને વિચાર્યું નથી. એમને એમ બિચારો ચારગતિમાં રખડી મર્યો છે. કદીક પાંચ-પચાસ કરોડની ધૂળવાળો શેઠિયો થયો તો પૈસાના અભિમાનમાં ચઢી ગયો કે અમે કરોડોની લાગતથી મંદિર બંધાવ્યાં ને પ્રતિષ્ઠા કરાવી ને બીજાઓને સુખી કર્યા ઈત્યાદિ.
તો એથી (પૈસાથી) ધર્મ તો થાય ને?
ધૂળમાંય ધર્મ ન થાય, સાંભળને. પૈસાથી ધર્મ થાય તો ગરીબો બિચારા શું કરે ? તેઓ ધર્મ કેવી રીતે કરે? પૈસામાં શું છે? એ તો ધૂળ-માટી છે, ભિન્ન ચીજ છે. એનાથી ધર્મ કેમ થાય ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com