________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૫૭-૧૫૮ ]
[ ૯૫ (અનુમ ) मिथ्यादृष्टेः स एवास्य बन्धहेतुर्विपर्ययात्।
य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य दृश्यते।।१७०।। અભાવમાં તેનું તે પ્રમાણ થવું (અર્થાત મરવું, જીવવું, દુ:ખી થવું કે સુખી થવું) અશક્ય છે. માટે “મેં આને માર્યો, આને જિવાયો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો” એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાષ્ટિ છે.
ભાવાર્થ- કોઈ કોઈનું માથું મરતું નથી, જિવાડયું જીવતું નથી, સુખી-દુઃખી કર્યું સુખી-દુ:ખી થતું નથી; તેથી જે મારવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાદષ્ટિ જ હોય-એમ નિશ્ચયનું વચન છે. અહીં વ્યવહારનય ગૌણ છે.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ- [ મરચ મિથ્યાદD: ] મિથ્યાષ્ટિને [ 4: વ ૩યનું જ્ઞાનાત્મા અધ્યવસાય: દશ્યો] જે આ અજ્ઞાનસ્વરૂપ *અધ્યવસાય જોવામાં આવે છે [H: ] તે અધ્યવસાય જ, [ વિપર્યયા] વિપર્યયસ્વરૂપ (-વિપરીત, મિથ્યા) હોવાથી, [મરચ વળ્યદેતુ:] તે મિથ્યાષ્ટિને બંધનું કારણ છે.
ભાવાર્થ- જૂઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ, તે જ બંધનું કારણ એમ જાણવું. ૧૭).
સમયસાર ગાથા ૨૫૭-૧૫૮ : મથાળું હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે:
* ગાથા ૨૫૭-૧૫૮: ટીકા ઉપરનું પ્રવચન * “જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણે થવું અશક્ય છે.'
જીવ મરે છે ને જીવ જીવે છે એટલે શું? અહાહા..! આત્મા તો અનાદિઅનંત વસ્તુ સદા પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણોથી જીવિત છે, તે કદીય મરતો નથી એવો અમર છે. તો પછી જીવ મરે છે ને જીવે છે એ શું છે? ભાઈ ! એને બહારના પ્રાણો-પાંચ ઈન્દ્રિયો, મન-વચન-કાય, આયુને શ્વાસોચ્છવાસ-નો વિયોગ થવાથી એ મરે છે એમ કહેવાય છે અને તે પ્રાણોનો સંયોગ રહે તો તે જીવે છે એમ કહેવાય છે. એ જ પ્રમાણે એને અનુકૂળ સાધનોનો સંયોગ થવાથી એ સુખી છે અને પ્રતિકૂળ સાધનોનો સંયોગ થવાથી એ દુઃખી છે એમ લોકમાં કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com