________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૭ ]
[ ૮૫
સ્ત્રીમાં, મકાનમાં, પૈસામાં સુખ છે એમ ભ્રમથી માની પર વસ્તુની આશાએ દોડધામ કરી મૂકે છે. પૈસા રળવા માટે કુટુંબને છોડી પરદેશ જાય, ત્યાં એકલો રહે. આમ અતિશય લોભાતુર જેઓ પૈસા મેળવવા બહાર દોડી દોડીને જાય છે તે બધા મૃગલા જેવા છે. કહ્યું છે ને કેમનુષ્ય પણ મૃગાક્ષરન્તિ” મનુષ્યના દેહમાં તેઓ મૃગની જેમ ભટકે છે. પોતાને ભૂલીને પરમાં સુખબુદ્ધિ કરે તે હરણિયા જેવા જ છે, તેઓ સંસારમાં ભટકે જ છે.
સુખ કાજે બહાર પરદેશમાં જાય પણ ભાઈ ! સુખ બહારમાં ક્યાંય નથી. કસ્તુરી મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે. પવનના ઝકોરે સુગંધ પ્રસરે ત્યાં સુગંધ બહારથી આવે છે તેમ તે મૃગ માને છે. એને ખબર નથી કે એની નાભિમાં કસ્તૂરી ભરી છે ત્યાંથી સુગંધ આવે છે. તેથી તે જંગલમાં દોડાદોડ કરી થાકીને પડે છે અને મહા કષ્ટને પ્રાપ્ત થાય છે. તેમ આત્માના અંતસ્વભાવમાં સુખ ભર્યું છે. અજ્ઞાનીને એની ખબર નથી તેથી બાહ્ય અનુકૂળ સામગ્રીમાંથી સુખ લેવા તેના ભણી દોટ મૂકે છે. પણ સુખ તો મળતું નથી, માત્ર જન્મ-મરણના કષ્ટને પ્રાપ્ત થાય છે. પરમાં સુખ છે એવું તે માને છે તે અજ્ઞાનના કારણે છે. પોતાના સચ્ચિદાનંદસ્વરૂપને છોડીને, મૃગજળ સમાન રાગમાં સુખબુદ્ધિ કરે છે તે અજ્ઞાનથી છે. આત્માનો અતીન્દ્રિય આનંદનો રસ અને રાગનો દુ:ખરૂપ રસ એ બેનો ભેદ ન જાણતાં રાગના રસનો અતિ કલુષિત સ્વાદ અનાદિથી લઈ રહ્યો છે તે અજ્ઞાનના કારણે છે.
વળી, “મજ્ઞાનાત' અજ્ઞાનને લીધે “તમસિ ભુન Tધ્યાસેન' અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી “નના: દ્રવત્તિ' લોકો ભાગી જાય છે. જુઓ, છે તો દોરડી જ; પણ અંધારામાં નહિ જણાવાથી સર્પ છે એમ ભય પામી લોકો દૂર ભાગી જાય છે. તેમ
માનંદમય પરમ સુખસ્વરૂપ પદાર્થ છે. જરા શાંત થઈ સ્વસમ્મુખ થાય તો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય તેમ છે. પરંતુ અનાદિથી જે આ વિષયસુખ છે તે પણ કદાચ નાશ પામશે એવા ભયથી અજ્ઞાનને લીધે સંસારી જીવ પોતાના આત્માથી દૂર ને દૂર ભાગે છે. રે અજ્ઞાન!
' અને (તેવી રીતે) “મજ્ઞાનાત' અજ્ઞાનને લીધે “સમી' આ જીવો વાતોત્તરંજીવિત’ પવનથી તરંગવાળા સમુદ્રની માફક “વિવવ વેરાન' વિકલ્પોના સમૂહુ કરતા હોવાથી -“શુદ્ધજ્ઞાનમય: પિ' જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ “માસી:' આકુલિત બનતા થકા ‘સ્વયમ સ્ત્રમવત્તિ' પોતાની મેળે કર્તા થાય છે.
વિકલ્પનો જે કર્તા થાય છે તે અજ્ઞાનથી છે એમ અહીં બતાવવું છે. લોકોને લાગે કે વ્યવહાર વિના કોઈ રસ્તો નથી; વ્યવહારથી નિશ્ચય થાય. અરે પ્રભુ! વ્યવહાર તો રાગ છે, દુઃખ છે. તે દુઃખથી આત્માના આનંદનો અનુભવ કેમ થાય? શાસ્ત્રમાં કહ્યું છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com